રૂ. 50ની ઉઘરાણીમાં યુવકને બે મિત્રોએ છરીના 10 ઘા ઝીંકી હત્યાનો પ્રયાસ કર્યો

રૂ. 50ની ઉઘરાણીમાં યુવકને બે મિત્રોએ છરીના 10 ઘા ઝીંકી હત્યાનો પ્રયાસ કર્યો
રૂ. 50ની ઉઘરાણીમાં યુવકને બે મિત્રોએ છરીના 10 ઘા ઝીંકી હત્યાનો પ્રયાસ કર્યો
માત્ર રૂ. 50ની ઉઘરાણીના મામલે ગઇકાલે સાંજે જિલ્લા ગાર્ડન મેઇન રોડ પર ધ્રુવ મકવાણા (ઉ.વ. 19) ઉપર તેના બે મિત્રો જીગર ઉર્ફે રઘુ નરેશ ટાંક (ઉ.વ. 18, રહે. વાણીયાવાડી શેરી નં. 3/28નો ખૂણો) અને ફરીદ હારૂનભાઇ તરીયા (ઉ.વ.23, રહે. જંગલેશ્વર-6, આરએમસી ક્વાર્ટર) છરી વડે તૂટી પડયા હતા અને છરીના 10 ઘા ઝીંકી તેની હત્યાનો પ્રયાસ કર્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

ગંભીર રીતે ઘાયલ ધ્રુવને લોહીલોહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં તેની ઉપર ઓપરેશન કરવામાં આવ્યું હતું. ભક્તિનગર પોલીસે તેના પિતા હિતેશભાઈ (ઉ.વ. 46, રહે. તુલસીપત્ર એપાર્ટમેન્ટ, કોઠારીયા રોડ)ની ફરિયાદ પરથી હત્યાની કોશિષ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી મોડીરાત્રે જ બંને આરોપીઓની ધરપકડ કરી હતી.શહેરમાં પોલીસની ધાક ઓસરી ગઇ હોવાથી નજીવી બાબતે હુમલા-મારામારીની ઘટનાઓ હવે સામાન્ય બની ગઇ છે. ખાસ કરીને માથાભારે, લુખ્ખાઓને પોલીસનો કોઇ ડર રહ્યો નથી. જેના પરિણામે શહેરમાં રોજબરોજ ઘાતક હથિયારોથી હુમલાની ઘટનાઓ બને છે. પ્રાપ્ત માહિતી મુજબ ધુ્રવે મિત્ર જીગર પાસેથી રૂ.  50 ઉછીના લીધા હતા. ગઇકાલે સાંજે ધ્રુવ જીગર અને મિત્ર ફરીદ સાથે જિલ્લા ગાર્ડન મેઇન રોડ પર આવેલા બગીચામાં બેઠો હતો. તે વખતે બંને આરોપીઓએ ધ્રુવ પાસેથી રૂ. 50ની ઉઘરાણી કરી હતી. જેથી ધુ્રવે હાલ પૈસા નથી તેમ કહેતા બંને આરોપીઓએ ગાળાગાળી કર્યા બાદ કહ્યું કે તારે અત્યારે જ રૂપિયા આપવા પડશે. 

Read About Weather here

ત્યારબાદ ઉશ્કેરાઇ ગયેલા જીગરે છરી કાઢી હતી. તે વખતે જ ફરીદે ધ્રુવને મજબૂત રીતે પકડી રાખ્યા બાદ જીગર છરી વડે તૂટી પડયો હતો. છરીના પેટમાં, છાતીમાં અને પડખાના ભાગે આડેધડ ઘા ઝીંકી દીધા બાદ ધુ્રવ ત્યાં જ લોહીલોહાણ હાલતમાં પટકાઇ ગયો હતો. ધ્રુવના પિતાનું જિલ્લા ગાર્ડન મેઇન રોડ ઉપર જ મકવાણા ફોર્જિંગ નામે જોબવર્કનું કારખાનું છે. જ્યાં તે સોની કામના સાધનો બનાવવાનું કામ કરે છે. જાણ થતા તે સ્થળ પર દોડી ગયા હતા. તત્કાળ પુત્ર  ધુ્રવને 108માં સિવિલ લઇ ગયા હતા. 

બનાવની જાણ થતાં ભક્તિનગર પોલીસ સ્થળ પર અને હોસ્પિટલ દોડી ગઇ હતી. પોલીસે ગુનો દાખલ કરી મોડીરાત્રે જ બંને આરોપીઓને સકંજામાં લીધા હતા. ધુ્રવ તેના પિતા સાથે જ રહી હાલ ફર્નિચરનું કામ શીખી રહ્યો છે. આ સમગ્ર ઘટના બાદ એવું સ્પષ્ટ થયું છે કે માત્ર ગુનેગારો, માથાભારે અને લુખ્ખાઓ જ નહીં પરંતુ સામાન્ય રીતે રહેતા યુવાનો પણ પોતાની સાથે છરી જેવા હથિયારો લઇ ફરી રહ્યા છે. જે બાબત ખૂબ જ ગંભીર ગણાવાય છે. 

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here