રાજકોટ : બહેનની સગાઈની ના પાડવા ગયેલા ભાઈને ધોકા-પાઈપથી મારમારી મોતને ઘાટ ઉતારી દીધો

રાજકોટ : બહેનની સગાઈની ના પાડવા ગયેલા ભાઈને ધોકા-પાઈપથી મારમારી મોતને ઘાટ ઉતારી દીધો
રાજકોટ : બહેનની સગાઈની ના પાડવા ગયેલા ભાઈને ધોકા-પાઈપથી મારમારી મોતને ઘાટ ઉતારી દીધો
રાજકોટમાં પોલીસનો કોઈ ભય જ ન રહ્યો હોય તેમ છેલ્લા એક માસમાં સાત-સાત હત્યાના બનાવો સામે આવતાં શહેરીજનોમાં ભયનો માહોલ સર્જાયો છે, જાણે કે તેઓ યુપી બિહારમાં રહેતાં હોય તેવું મહેસુસ કરી રહ્યા છે. સામાન્ય બાબતમાં છરી તલવાર અને ધોકા-પાઇપ ઉડવા સામાન્ય બની રહ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

શનિવારની રાતે જામનગર રોડ પર આવેલ જમાવડો હોટલ પાસે આહીર યુવકને સરાજાહેર કારમાં ઘસી આવેલા શખ્સોએ બેહરિમીથી હત્યા થયાની શાહી હજું સુકાણી નથી ત્યાં ન્યુ સાગર સોસાયટીમાં મોહસીન સુમરા નામના યુવકને છ શખ્સોએ ધોકા અને પાઈપથી ઢોર મારમારી મોતને ઘાટ ઉતારી દેતાં ખળભળાટ મચી ગયો હતો. બનાવની જાણ થતાં ભક્તિનગર પોલીસની ટીમ ઘટનાસ્થળે અને બાદમાં સિવિલે દોડી ગઈ હતી મૃતકના ભાઈની ફરિયાદ પરથી છ શખ્સો સામે 302 ની કલમ હેઠળ ગુનો પાંચ શખ્સોને સકંજામાં લીધાં હતાં.પ્રાપ્ત વિગત મુજબ, બનાવ અંગે રાજકોટમાં જંગલેશ્વર શેરી નં.15 માં યા કામુનસા નામના મકાનમાં રહેતાં મૃતકના ભાઈ અયાન અબ્દુલ આદમાણી એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે હાજી સુમાર ડોઢિયા, મહમદ હાજી, નૌશાદ જાહિદ જોબન, એઝાઝ જાહિદ જોબન, મકબુલ સુલેમાન પતાણી અને પરાગ રમેશ કારેલીયાનું નામ આપ્યું હતું.

Read About Weather here

વધુમાં ફરિયાદીએ જણાવ્યું કે, તેમની બહેનની સગાઈ છ માસ પહેલા આરોપી નૌશાદ સાથે થયેલ હતી. નૌશાદ રંગરૂપે કાળો હોવાથી ફરિયાદીના મોટા ભાઈ મોહસીન આદમાણી (ઉ.વ.31)ને તે ગમતો ન હતો. જેથી મોહશીનને તે સગાઈ રાખવી ન હોય, જે મામલે વાતચીત કરવાં ફરિયાદી તથા તેનો ભાઈ મોહસીન બંને આરોપીને ઘરે બાઇકમાં ગયેલ હતાં.
જ્યાં કોઈ વાતચીત થાય તે પહેલાં જ લાકડાના ધોકા સાથે સજ્જ આરોપીઓએ મોહસીન પર હુમલો કર્યો હતો. આરોપીઓએ ઢોર માર મારતા મોહસીન બેભાન થઈ ઢળી પડ્યો હતો. જેમને તાત્કાલિક 108 મારફતે સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે જાણ થતાં ભક્તિનગર પોલીસ મથકના પીઆઇ એમ.એમ.સરવૈયા અને ટીમ સિવિલ હોસ્પિટલે દોડી ગઈ હતી અને પ્રથમ આરોપીઓ વિરૂદ્ધ પ્રથમ હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.બાદમાં ટૂંકી સારવારમાં યુવકનું મોત નિપજતાં 302 ની કલમનો ઉમેરો કરી પોલીસે પાંચ આરોપીને સકંજામાં લઈ અન્ય આરોપીને પકડવા તજવીજ હાથ ધરી હતી. વધુમાં મૃતક રેંકડો ચલાવવાની મજૂરી કામ કરતો અને ત્રણ ભાઈ બહેનમાં વચ્ચેટ હતો. યુવાન પુત્રના મોતથી પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here