રાજકોટ : ATM કાર્ડ બદલી,પીન જનરેટમાં મદદના બહાને ઠગાઈ કરતાં બે ઝડપાયા

રાજકોટ : ATM કાર્ડ બદલી,પીન જનરેટમાં મદદના બહાને ઠગાઈ કરતાં બે ઝડપાયા
રાજકોટ : ATM કાર્ડ બદલી,પીન જનરેટમાં મદદના બહાને ઠગાઈ કરતાં બે ઝડપાયા
શહેરમાં બેંક એ.ટી.એમ.માં પૈસા ઉપાડવા કે એ.ટી.એમ. પી જનરેટ કરવા જતાં મોટી ઉંમરના, અભણ, પરપ્રાંતીય લોકોને ટારગેટ કરી પૈસા ઉપાડી દેવા કે પીન જનરેટ કરવામાં મદદ કરવાના બહાને ખાતા ધારક પાસેથી નજર ચૂકવી એ.ટી.એમ. કાર્ડ બદલાવી, પીન નંબર જાણી તેના બેંક ખાતામાંથી એ.ટી.એમ. કાર્ડ મારફતે પૈસા ઉપાડી લેતી ઠગાઇ કરતી પરપ્રાંતીય ગેંગને ક્રાઇમ બ્રાંચના દિપકભાઈ ચૌહાણ, એભલભાઈ બરાલીયા તથા મહેશભાઈ ચાવડાની બાતમી પરથી પકડી લઈ ૧૪ એ.ટી.એમ. કાર્ડ અને રોકડ સહિત કુલ રૂા. ૨૫,૫૦૦નો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

Visit Saurashtra Kranti Homepage here

જેને પકડવામાં આવ્યા છે તેમાં મુળ બિહારના ગોપાલ અર્જુન શાહ (ઉ.વ. ૩૪) અને રાજુ દરોગા સહાની (ઉ.વ. ૩૨, ૨હે. બન્ને ભારતનગર મેઇન રોડ, સંતોષી ચોક, રાજકોટ)નો સમાવેશ થાય છે. આરોપીઓની પુછપરછમાં એ. ડીવીઝન પોલીસ મથકનો રૂા. ૯૫૦૦ની ચોરીનાં ગુનાનો ભેદ ઉકેલાયો છે.પોલીસના કહેવા મુજબ આરોપી રાજુ અગાઉ જામનગરનાં ઠગાઈના ગુનામાં સંડોવાઈ ચુક્યો છે. આરોપી ગોપાલ સાહજાની પુછપરચમાં તેવો એવી કેફીયત આપી હતી કે, છેલ્લા વર્ષ દરમિયાન તેણે ૧૫ જેટલા લોકોને નિશાન બનાવ્યા હતાં. જેમાં બિહારના સિવાના ગામે રૂા. ૧૨ હજાર, દિલ્હી ગાંધીનગરમાંથી ૧૦ હજા૨, દિલ્હી નાગલોઈ વિસ્તારમાં રૂા. ૮ હજાર દિલ્હીના ઉત્તમનગર વિસ્તારમાંથી રૂા. ૧૦ હજાર, દિલ્હીના નઝબગઢ વિસ્તારમાં રૂા. ૬ હજાર એ.ટી.એમ.માંથી ઉપાડી હગાઈ કરી હતી. આ ઉપરાંત રાકેશસિંગ નામના શખ્સ સાથે મળી શહેરના કાંતાસ્ત્રી વિકાસગૃહ પાસે આવેલ બેંકમાંથી રૂા. ૧૨ હજાર, રાજુ સહાની સાથે મળી સિવિલ હોસ્પિટલ ચોકમાંથી રૂા. ૯,૫૦૦, ગોંડલ રોડ પર રૂા. ૧૨ હજા૨, ૨વિ પાસવાન સાથે મળી શાપરમાંથી રૂા. ૧૨ હજા૨, રવિ સાથે સુરતના ઉધના ચાર રસ્તા પાસેથી રૂા ૪ હજા૨, સુરતના ગોપીનગર વિસ્તારમાંથી રવિ સાથે મળી રૂા. ૭,૫૦૦, સચીન કોલોની વિસ્તારમાંથી રૂા. ૧૭ હજાર, શાપરમાંથી રૂા. ૧૪ હજા૨, રાજકોટ એસ.ટી. બસ પોર્ટ પાસે ચોકમાં રૂા. ૮ હ જાર અને પારેવડી ચ ચોકમાંથી રાજુ સાથે રૂા ૧૩ હજા૨ ઉપાડી લીધાની કેફીયત આપી છે. 

Read Saurashtra Kranti E-Paper here

જયા૨ે રાજુ સહાની પુછપરછમાં તેણે જણાવ્યું હતું કે ચારેક વર્ષ પહેલા તેના જ ગામનાં રાજકુમાર પાસવાને લોકો પાસેથી કઈ રીતે એ.ટી.એમ. કાર્ડ અને પીન મેળવવા બાબતે શીખવાડયું હતું. ત્યારે બિહારના ત્રણ સ્થળે લઈ જઈ રૂા. ૧૦ હજાર ઉપાડી લીધા હતાં. કબુલાત આપી હતી. ઉપરાંત જામનગરમાંથી રૂા. ૭ હજાર, રાજ પાસવાન સાથે સુરતના ઉધના દ૨વાજા પાસેથી રૂા. ૮ હજા૨, બીજા દિવસેતેજ સ્થળેથી રૂા. ૨ હજાર, ત્રીજા દિવસે પણ તેજ વિસ્તારમાંથી રૂા. હજા૨, ૬ ગોંડલમાંથી ૫ હજાર.

રાજકોટના ભક્તિનગ૨ સર્કલ પાસેથી રૂા ૩ હજાર અને ગોપાલ સાહ સાથે પારેવડી ચોકમાં રૂા. ૧૩ હજા૨ આવી રીતે એ.ટી.એમ.માંથી ઉપાડી લીધા હતાં.પોલીસ કમિશ્નરશ્રી રાજુ ભાર્ગવ, જેસીપીશ્રી વિધિ ચૌધરી, ડીસીપી ક્રાઇમ ડો.પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ક્રાઇમ બી.બી. બસિયાની રાહબરીમાં પોલીસ ઈન્સ્પેકટર બી.ટી.ગોહિલ, પોલીસ સબ ઇન્સ્પેકટર એ.એસ.ગરચર, દિપકભાઈ ચૌહાણ, નિલેશભાઈ ડામોર, એભલભાઈ બરાલીયા, મહેશભાઈ ચાવડા, હરપાલસિંહ જાડેજાએ કરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here