રાજકોટ:રામેશ્વર બેકર્સમાં ફૂડ વિભાગનો દરોડો,80 કિલો વાસી બ્રેડ,નમકીનનો નાશ

રાજકોટ:રામેશ્વર બેકર્સમાં ફૂડ વિભાગનો દરોડો,80 કિલો વાસી બ્રેડ,નમકીનનો નાશ
રાજકોટ:રામેશ્વર બેકર્સમાં ફૂડ વિભાગનો દરોડો,80 કિલો વાસી બ્રેડ,નમકીનનો નાશ
મ્યુનિ. કોર્પોરેશનની ફૂડ શાખાએ ગઇકાલે વધુ એક બેકરીમાંથી વાસી બ્રેડ, પાંઉ, નમકીન સહિતનો 80 કિલો વાસી જથ્થો પકડી પાડીને તેનો નાશ કર્યો છે. શહેરની જુદી જુદી બેકરીઓમાં કઇ પ્રકારનો માલ વેચાતો હશે તે અંગે ચિંતા સાથે લોકો વિચારતા થઇ ગયા છે.

Visit Saurashtra Kranti Homepage here

ગઇકાલે ફૂડ વિભાગની ટીમે સોરઠીયાવાડી સર્કલમાં હંગામા કુલ્ફી પાસે આવેલ દર્શન જીતેન્દ્રભાઈ કરચલીયાની માલિકી પેઢી શ્રી રામેશ્વર બેકર્સમાં તપાસ કરી હતી. આ તપાસમાં પેઢીના સ્થળ પર વેચાણ માટે સંગ્રહ કરેલ પેક્ડ બેકરી પ્રોડક્ટસ બ્રેડ, પાઉં, ક્રીમ રોલ, બન, નમકીન, સેવ પેકિંગ પર ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-2006 અન્વયે ઇંગ્રેડિયન્ટસ, લોટ, બેચ નંબર એકપાયરી, યુઝ બાય ડેટ કે ઉત્પાદન અંગેની કોઈ પણ વિગતો છાપેલ ન હોવાનું માલુમ પડયું હતું. જે કુલ મળીને પડતર અંદાજીત 80 કિલો જથ્થો મળી આવેલ હોય સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો.આ ઉપરાંત પેઢીને ફૂડ લાઇસન્સ, સ્ટોરેજ, હાઇજિનિક કન્ડિશન જાળવવા તેમજ પેકિંગ કરેલ ખાધ્ય ચીજો પર કાયદા મુજબ વિગતો દર્શાવવા બાબતે નોટિસો આપવામાં આવેલ છે. આ કામગીરી ફૂડ સેફટી ઓફિસર સી.ડી.વાઘેલા, કે.જે.સરવૈયા દ્વારા કરવામાં આવી હતી.

ફૂડ વિભાગની ટીમે સેફટી વાન સાથે આજી ડેમ ચોકડીથી ભાવનગર રોડ તથા ચુનારાવાડ ચોક વિસ્તારમાં ખાદ્ય ચીજોનું વેચાણ કરતાં કુલ 36 ધંધાર્થીઓને ત્યાં 33 નમુનાની ચકાસણી કરી હતી જે પૈકી 19 વેપારીને લાયસન્સ માટે નોટીસ અપાય છે.જે પેઢીઓને નોટીસ આપવામાં આવી છે તેમાં (1)જલારામ રેસ્ટોરેન્ટ (2) કનૈયા ફરસાણ (3)કનૈયા પાન કોલ્ડ્રિંક્સ (4) મચ્છાધણી હોટેલ (5) રાધેક્રિષ્ના રેસ્ટોરેન્ટ (6) મૈત્રી ફૂડ (7)નસીબ સોડા શોપ (8)આદેશ પાન કોલ્ડ્રિંક્સ (9) ગોંડલ ગાંઠિયા (10)બાલાજી દાળ પકવાન (11)આનંદના ધોરાજીવાળા ભૂંગળા બટેટા (12)સ્પે મેંગો લચ્છી (13)કનૈયા પૂરી શાક (14)ચામુંડા ગાંઠિયા (15)ઉર્વશી કોલ્ડ્રિંક્સ (16)મનમંદિર કોલ્ડ્રિંક્સ (17)જય જલારામ ગાંઠિયારથ (18)ગ્રીન પાલક પંજાબી ચાઇનીઝ અને (19)ન્યુ જલારામ ખમણનો સમાવેશ થાય છે.

Read National News : Click Here

જયારે (20)શિવમ રેસ્ટોરેન્ટ (21)જય દ્વારકાધીશ પાન કોલ્ડ્રિંક્સ (22)ખોડિયાર રેસ્ટોરેન્ટ (23)આનંદના ભૂંગળા બટેટા (24)ખાખી દાળપકવાન સમોસા (25)શિવ દાળપકવાન સમોસા (26)ફેમસ દાળપકવાન (27)અમૃત ડેરી (28)જય ગવલીનાથ ફરસાણ (29)વિવેક સાગર કોલ્ડ્રિંક્સ (30)ખોડલ ભેળ (31)મારૂતિ ડેરી ફાર્મ (32)સાંઇ કોલ્ડ્રિંક્સ (33)ક્રિષ્ના ડેરી ફાર્મ (34)અરિહંત ફરસાણ (35)કાંતિભાઈ ગોરધનભાઈ ચેવડાવાળા (36)માં આશાપુરા પાન કોલ્ડ્રિંક્સમાં ચકાસણી કરવામાં આવી હતી.

માવો, બ્રેડ, ઘી, શીખંડના નમુના લેબમાં મોકલાયા

ફૂડ વિભાગે મોરબી રોડ પર પાડેલી રેડ બાદ માવા સહિતની ખાદ્ય વસ્તુના નમુના લઇ લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલ્યા છે. મોરબી રોડ બ્રીજ હેઠળ રાધિકા પાર્કની સીતારામ ડેરીમાંથી ફ્રુટ શીખંડ અને શુધ્ધ ઘીનું સેમ્પલ લેવામાં આવ્યું હતું.આ જ રીતે 10 કિલોના પેકીંગમાંથી મીઠા માવાનું સેમ્પલીંગ પણ કરાયું છે. રીબડાના સુવિધા ઇન્ડ.માં આવેલ બાલાજી ડેરીની આ પ્રોડકટ છે. આ સિવાય ગઇકાલે રામેશ્ર્વર બેકર્સની સ્લાઇસ બ્રેડનો નમુનો પણ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here