રાજકોટ:રવિરત્ન પાર્કમાં માહી બેકરીમાંથી 145 કિલો અખાદ્ય ખોરાક પકડાયો

રાજકોટ:રવિરત્ન પાર્કમાં માહી બેકરીમાંથી 145 કિલો અખાદ્ય ખોરાક પકડાયો
રાજકોટ:રવિરત્ન પાર્કમાં માહી બેકરીમાંથી 145 કિલો અખાદ્ય ખોરાક પકડાયો
રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ પાસે રવિરત્ન ચોક નજીક જલારામ-4 મેઇન રોડ પર આવેલી માહિ લાઇવ બેકરીમાં આજે કોર્પોરેશનની આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ શાખા દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

જેમાં 145 કિલો જેટલી અખાદ્ય ખોરાકનો જથ્થો મળી આવ્યો હતો. મવડી મેઇન રોડ પર કેકે લાઇવ પફમાં ચેકીંગ દરમિયાન એક્સપાયર થયેલો 9 કિલો સોસનો જથ્થો મળી આવતા તેનો પણ નાશ કરાયો હતો. આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ રવિરત્ન પાર્ક ચોક પાસે જલારામ-4 મેઇન રોડ પર લાઇવ બેકરીમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં સંગ્રહ કરેલા અને કેક બનાવવા માટે ઉપયોગમાં લેવાતા એસન્સ ફ્લેવર, કલર્સ ગ્લેઝીંગ મટીરીયલ્સ, બેકરી ફેટ, ક્ધફેશરી સહિતની ખાદ્ય ચીજોની એક્સપાયરી ડેઇટ વિતી ગયું હોવાનું માલૂમ પડતા 140 કિલો જથ્થાનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો અને હાઇજેનીંગ કન્ડિશન જાળવવા અને યોગ્ય સ્ટોરેજ માટે નોટિસ ફટકારવામાં આવી હતી. આ ઉપરાંત લૂઝ સ્વિટ્સ ચોકલેટ કેકનો નમૂનો લઇ પરિક્ષણ અર્થે મોકવામાં આવ્યો હતો. આ ઉપરાંત મવડી મેઇન રોડ પર કેકે લાઇવ પફમાં ચેકીંગ દરમિયાન એક્સપાયર થયેલો 9 કિલો સોસનો જથ્થો પકડાતા તેનો નાશ કરી નોટિસ આપવામાં આવી હતી. માંડા ડુંગર વિસ્તારમાં ખાણીપીણીના 23 ધંધાર્થીઓને ત્યાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.

Read National News : Click Here

આ ઉપરાંત અમિન માર્ગ પર અતુલ બેકરીમાંથી લૂઝ ડાર્ક ફોરેસ્ટ કેક, દાણાપીઠમાં ઉ5ેન્દ્ર કુમાર શામજીભાઇને ત્યાંથી રાણી ગોલ્ડ ફિલ્ટર સિંગતેલ, ગુલાબચંદ ગીરચંદને ત્યાંથી શ્રી ગીતા સુપર સિંગતેલ, અલંકાર ટી ડેપોમાંથી કાકા સિંગતેલ, જૂના માર્કેટીંગ યાર્ડમાં જતીપુરા એન્ટરપ્રાઇઝમાંથી કિસાન સિંગતેલ, મજેઠીયા ટ્રેડર્સમાંથી યોગીધારા ડબલ ફિલ્ટર સિંગતેલ, હરિઓમ એન્ટરપ્રાઇઝમાંથી પાયલ પ્યોર સિંગતેલ, ભાગ્યલક્ષ્મી સેલ્સ એજન્સીમાંથી ભૂમિ સિંગતેલ, પરાબજારમાં સંદીપકુમાર રસિકલાલ કોટેચાને ત્યાંથી ગુલાબ સિંગતેલ અને સારથી ડબલ ફિલ્ટર સિંગતેલ, ભક્તિનગર સ્ટેશન પ્લોટ વિસ્તારમાં મહેન્દ્ર ઓઇલ ઇન્ડસ્ટ્રીઝમાંથી કિસાન બ્રાન્ડ ડબલ ફિલ્ટર સિંગતેલનો નમૂનો લેવામાં આવ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here