રાજકોટ માર્કેટિંગ યાર્ડના મોડીરાત્રિ સુધી ખુલી રહેતી હોટેલને ચેરમેન અને ડીરેક્ટર સહિતનાઓને ગઇકાલે હોટલ બંધ કરાવવા જતા એક ઘટના બની હતી જેમાં ત્રણ આરોપીઓએ ગાળો ભાંડી, છરી બતાવી ઇન્સ્પેક્ટર અને ચેરમેન સહિતનાંને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
Visit Saurashtra Kranti Homepage here
જે બનાવની જન બી ડીવીઝન પોલીસને થતા પી.આઇ બારોટ દ્વારા ઇન્સ્પેકટરની ફરિયાદ પરથી ત્રિપુટી સામે ગુનો નોંધી તેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છેવિગતો મુજબ માર્કેટિંગ યાર્ડના શાકભાજી વિભાગના ઇન્સ્પેક્ટર તરીકે નોકરી કરતાં રાજેશ હંસરાજભાઈ ગજેરા (ઉ.વ.43, રહે. સિટી સેલેનિયમ, બ્લોક નં. 702, કુવાડવા રોડ)એ નોંધાવેલી ફરિયાદમાં આરોપીઓમાં બુટલેગર પ્રતીક દિલીપ ચંદારાણા,કાના મેવાડા અને ઘુઘા સુસરાના નામો આપ્યા હતા જેમાં ફરિયાદમાં જણાવ્યું હતું કે 2002ની સાલથી તે નોકરી કરે છે. શાકભાજી યાર્ડમાં ટ્રાફિક નિયમન ઉપરાંત ખેડૂત અને વેપારીઓના પ્રશ્નો સાંભળવાની તેની ફરજ છે.ગઇકાલે રાત્રે પોણા બારેક વાગ્યે તેને યાર્ડના ચેરમેન જયેશભાઈ બોઘરાએ કોલ કરી કહ્યું કે તમે તત્કાળ યાર્ડ ખાતે આવી જાવ. જેથી ત્યાંં પહોંચતા ચેરમેન ઉપરાંત ડીરેક્ટર જે.કે. જારિયા, સંજય રંગાણી, યશભાઈ જળુ અને કરશન વઘેરા ઉપરાંત સિક્યોરિટીનો સ્ટાફ હાજર હતો.જ્યાં ચેરમેને કહ્યું કે યાર્ડના નિયમ મુજબ યાર્ડની અંદર રહેલી ચા-પાણીની હોટલ રાત્રે 11 વાગ્યે બંધ કરાવાની છે.
હાલમાં યાર્ડમાં દુકાન નં. એન-01માં આવેલ મોમાઇ હોટલ અને દુકાન નં. એન-02માં આવેલ ઠાકર હોટલ ખુલ્લી હોવાથી તે બંધ કરાવવા જવાનું છે. પરિણામે બધા ત્યાં પહોંચ્યા હતા. તે વખતે કાનાભાઈ મેવાડા બાજુમાં આવેલી મોમાઇ હોટલના ઘુઘાભાઈ સુસરા હાજર હતા.બંનેને નિયમ મુજબ હોટલ બંધ કરવાનું કહેતા એવી દલીલ કરી હતી કે અમે જો દુકાન બંધ કરીએ તો સામાનની દેખરેખ કોણ રાખશે, ચોરી થાય તો કોની જવાબદારી. આ રીતે બધાની સાથે બોલાચાલી શરૃ કરી હતી. તે દરમિયાન પ્રતીક દિલીપ ચંદારાણા ત્યાં ધસી આવ્યો હતો. તેણે કહ્યું કે તમે કેમ દુકાન કરાવો છે. બાદમાં બધા સાથે બોલાચાલી અને ગાળાગાળી કરી હતી. અને હવે અહીંયા આવશો તો જાનથી મારી નાખીશ.
Read About Weather here
પરિણામે યાર્ડના ચેરમેને પોલીસ કંટ્રોલ રૃમમાં કોલ કરતાં પોલીસ વાન આવી હતી. જેના સ્ટાફે ઠાકર હોટલના કાનાભાઈ મેવાડા અને પ્રતીકની અટકાયત કરી હતી. જ્યારે મોમાઇ હોટલના ઘુઘાભાઈ સુસરા જતા રહ્યા હતાં.પાછળથી તેની પણ પોલીસે ધરપકડ કરી હતી.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here