રાજકોટમાં પોલીસ વિભાગમાં LRD ભરતીમાં પ્રદિપ મકવાણા નામનો યુવક 19મી ઓગષ્ટે બોગસ કોલ લેટર સાથે હાજર થયો હતો. આ કોલ લેટર જોઈને શંકા ઉભી થતા આ અંગેની જાણ પોલીસને કરવામાં આવી હતી. આ મામલે પોલીસે તપાસ હાથ ધરી હતી જેમાં મોટો ઘટસ્ફોટ થયો હતો, પ્રદિપ મકવાણા બનાવટી નિમણૂંક પત્ર સાથે હાજર થયો હતો.
Visit Saurashtra Kranti Homepage here
પોલીસ દ્વારા દસ્તાવેજ વેરીફીકેશન કરતા આ સમગ્ર કૌંભાડનો પર્દાફાશ થયો હતો. નિમણૂંક પત્રની ચકાસણી કરાતા પ્રદિપ મકવાણાના નિમણૂંક પત્ર ખોટા હોવાનું બહાર આવ્યુ હતું જ્યારે આ નિમણૂંક પત્ર પર મેહુલ તરબુંડીયા નામના ઉમેદવારની પસંદગી થયેલ હતી. આ મામલાની ક્રાઈમ બ્રાન્ચે તપાસ કરતા ભાવેશ ચાવડાએ ચાર લાખ રુપિયામાં સેટિંગ કરાવ્યાની વાત કહીને આ ભરતીનો બોગસ કોલ લેટર આપ્યો હતો. ભાવેશ ચાવડા પ્રદિપના માસા હોવાનું પણ સામે આવ્યુ હતું. ભાવેશ ચાવડાએ પ્રદિપને LRDમાં ભરતી કરાવવાનું કહ્યું હતું અને આ માટે એક મહિલા દ્વારા ફોન પણ કરાવ્યો અને ત્યાર બાદ પોસ્ટ ઓફિસ મારફતે બોગસ કોલ લેટર પણ મોકલ્યો હતો. પોલીસે આ મામલે કાર્યવાહી કરતા ચાર શખ્શોની અટકાયત કરી છે જેમાં પ્રદિપ મકવાણા તેના પિતા ભરત મકવાણા તેમજ ભાવેશ ચાવડા અને બાલા ચાવડાનો સમાવેશ થાય છે. આ ચારેય શખ્શો વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
Read About Weather here
આ મામલાના આરોપી પ્રદીપ મકવાણાએ LRDની ભરતી પરીક્ષા પણ આપી નહોતી અને આ પરીક્ષા પાસ ન કરી છતાં નિમણુંક પત્ર તેની પાસે હતો. સુત્રોના જણાવ્યા અનુસાર અત્યાર સુધી 29 નિમણુંક પત્ર બનાવ્યાનું સામે આવ્યું છે ત્યારે સમગ્ર મામલે પોલીસે વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. રાજ્યમાં ફરી એકવાર પોલીસ વિભાગમાં ખોટી ભરતી કૌભાંડનો પર્દાફાશ થયો છે, સુત્રોમાંથી મળતી માહિતી મુજબ રાજકોટમાં બોગસ કોલ લેટરથી LRD ભરતીનું કૌભાંડ આચરવામાં આવ્યુ હતું જેનો પર્દાફાશ કરાયો છે. LRD ભરતીમાં બનાવટી નિમણૂકપત્રને આધારે ધૂસવાનો પ્રયાસ કરાયો હતો, દસ્તાવેજ વેરીફીકેશનમાં આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here