રાજકોટમાં ડમ્પરે રિક્ષાને હડફેટે લેતાં પિતા-પુત્રના ઘટના સ્થળે મોત,ચાર ઘાયલ

રાજકોટમાં ડમ્પરે રિક્ષાને હડફેટે લેતાં પિતા-પુત્રના મોત,ચાર ઘાયલ
રાજકોટમાં ડમ્પરે રિક્ષાને હડફેટે લેતાં પિતા-પુત્રના મોત,ચાર ઘાયલ

જૂના કુવાડવા રોડ પોલીસ સ્ટેશન પાસે આજે સાંજે ડમ્પરે રિક્ષાને હડફેટે લેતાં રિક્ષામાં સવાર પિતા-પુત્રના મોત નિપજયા હતા. જયારે રિક્ષા ચાલક સહિત કુલ ચારને ઈજા થઈ હતી. અકસ્માત સર્જી સ્થળ પરથી ભાગી ગયેલા ડમ્પર ચાલકને બી-ડિવીઝન પોલીસે ઝડપી લીધો હતો.

Visit Saurashtra Kranti Homepage here

પ્રાપ્ત માહિતી મુજબ આજે સાંજે જૂના કુવાડવા રોડ પોલીસ સ્ટેશન પાસે પૂરપાટવેગે નીકળેલા રેતી ભરેલા ડમ્પરે આગળ જતી રિક્ષાને હડફેટે લેતાં આ અકસ્માત સર્જાયો હતો. જેમાં રણછોડવાડીમાં રહેતા પ્રવિણભાઈ પરસોતમભાઈ ગરસોંડીયા (ઉ.વ.૪૪) અને તેના પુત્ર મયંક (ઉ.વ.૧૮)ને ગંભીર ઈજા થતાં બંનેને તત્કાળ સિવીલમાં ખસેડાયા હતા. જયાં ઈમરજન્સી વિભાગમાં ફરજ પરના ડોકટરે બંનેને મૃત જાહેર કર્યા હતા.રિક્ષામાં સવાર જનકબા મહેન્દ્રસિંહ પરમાર, મધુબેન નારણભાઈ જાદવ, નારણભાઈ હરજીભાઈ જાદવ (રહે. રણછોડદાસ બાપુના આશ્રમ પાસે) ઉપરાંત અજાણ્યા શખ્સને ઈજા થતાં ચારેયને સિવીલમાં ખસેડાયા હતા.

Read National News : Click Here

જાણ થતાં બી-ડિવીઝન પોલીસનો સ્ટાફ સ્થળ પર પહોંચી ગયો હતો. તત્કાળ અકસ્માતગ્રસ્ત વાહનોને સાઈડમાં ખસેડી ટ્રાફિક કિલીયર કરાવ્યો હતો. અકસ્માત સર્જયા બાદ ડમ્પર ચાલક ભાગી ગયો હતો. જેને બાદમાં પોલીસે ઝડપી લીધો હતો.પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે મૃતક પિતા-પુત્ર રિક્ષામાં સાત હનુમાન મંદિર તરફ જતા હતા. ખરેખર કઈ જગ્યાએ અને કયાં કારણસર જતા હતા તે વિશે પ્રાથમિક તપાસમાં કોઈ માહિતી મળી નથી. બી-ડિવીઝન પોલીસે રાત્રે ડમ્પર ચાલક વિરૃધ્ધ ગુનો દાખલ કરવા તજવીજ શરૃ કરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here