રાજકોટ:મહિન્દ્રા કંપનીના ડિલરના શો-રૂમમાંથી રૂ.૮.૭૯ લાખ તફડાવી જતાં તસ્કરો

રાજકોટ:મહિન્દ્રા કંપનીના ડિલરના શો-રૂમમાંથી રૂ.૮.૭૯ લાખ તફડાવી જતાં તસ્કરો
રાજકોટ:મહિન્દ્રા કંપનીના ડિલરના શો-રૂમમાંથી રૂ.૮.૭૯ લાખ તફડાવી જતાં તસ્કરો
દર વખતે જન્માષ્ટમી અને દિવાળીના તહેવારોમાં ઘણા દિવસો માટે બંધ રહેતા મકાનો અને દુકાનો વગેરેમાં તસ્કરો ચોરી કરતાં હોય છે. રાજકોટમાં પણ જન્માષ્ટમીના તહેવારોમાં બંધ રહેલા સ્થળોએ તસ્કરોએ હાથફેરો કર્યાનું સામે આવી રહ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

જેમાં ગોંડલ ચોકડી પર આવેલા મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કંપનીના ઓથોરાઇઝડ ડિલર માર્શલ ટ્રેડીંગ કંપનીના શો-રૂમમાં જન્માષ્ટમીના તહેવારમાં ત્રાટકેલા તસ્કરો રૂા. ૮.૭૯ લાખની રોકડ ચોરી કરી ગયાની તાલુકા પોલીસમાં ફરિયાદ નોધાતાં પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરી છે .જેમાં સીસીટીવી ફૂટેજમાં તસ્કરોની ભાળ મળતા પોલીસ દ્વારા તે દિશામાં તપાસ શરૂ કરી છે.વિગતો મુજબ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કંપનીના ઓથોરાઇઝડ ડિલર માર્શલ ટ્રેડીંગ કંપનીના કીર્તિકુમાર અશ્વિનભાઈ પંડ્યાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, શો-રૂમ જન્માષ્ટમીના તહેવારોને કારણે ગઇ તા. ૬ થી ૧૦સુધી બંધ હતો.આ સમયગાળા દરમિયાન શો-રૂમના માલિકની ચેમ્બરમાં આવેલી બારીની ગ્રીલના સળિયા કોઇ સાધન વડે કાપી તસ્કરો અંદર ત્રાટકયા હતા. તસ્કરો શો- રૂમના માલિકની ઓફિસમાં ખાખાખોળા કર્યા હતાં. પરંતુ કાંઇ મળ્યું ન હતું.

Read Saurashtra Kranti E-Paper here

ત્યારબાદ તસ્કરો શો-રૂમના ઉપરના ભાગે આવેલ એકાઉન્ટ વિભાગની ઓફિસમાં રહેલી તિજોરી તોડી તેમાંથી રૂા. ૮.૭૯ લાખ ચોરી ગયા હતા. આ રકમ ગાડીના વેચાણ અને બુકીંગ પેટે આવેલી હતી. આજે સવારે કંપનીના કોમર્શિયલ મેનેજર જણાવ્યું હતુંજે તિજોરીમાંથી ચોરી થઇ હતી તે બંધ હતી. તેમાં ચાવી લાગતી ન હતી. જેથી તિજોરીના ઉપરના લોકને ચાવી વડે ખોલતા અંદરથી રકમ ગાયબ મળી હતી. શો-રૂમના માલિકની ઓફિસમાં માત્ર ફાઈલો હોવાથી તે યથાવતસ્થિતિમાં મળી આવી હતી.હાલ પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ આધારે તપાસ આગળ ધપાવી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here