રાજકોટ:ભત્રીજીએ બે વખત નેશનલ એવોર્ડ વિજેતા કાકાની 75 લાખની પેઇન્ટિંગની છેતરપીંડી કરી

રાજકોટ:વેપારીની જાણ બહાર પાસવર્ડ બદલી તેના CAએ રૂ.૨.૭૧ કરોડની કરી ઠગાઈ
રાજકોટ:વેપારીની જાણ બહાર પાસવર્ડ બદલી તેના CAએ રૂ.૨.૭૧ કરોડની કરી ઠગાઈ
રાજકોટમાં રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા દિવ્યાંગ શરદભાઈ રાઠોડના બે ફ્લેટ પોતાના નામે ચડાવી તેઓની કિંમતી 50 અબસ્ટ્રેક પેઇન્ટિંગ પણ વેંચી નાખી રૂ.75 લાખની છેતરપીંડી કર્યાનું સામે આવતાં એ. ડિવિઝન પોલીસે યુવતી વિરૂધ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

બનાવ અંગે રાજકોટના આનંદનગર કોલોની બ્લોક નં.10 માં રહેતાં શરદભાઈ દેસરજીભાઈ રાઠોડ (ઉ.વ.64) એ એ. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે તેની ભત્રીજી શ્રુતિ સંજય રાઠોડનું નામ આપતાં પીએસઆઇ ચૌહાણે તેની ધરપકડ કરી હતી.વધુમાં ફરિયાદી શરદભાઈએ પોલીસને જણાવ્યું કે, તે છેલ્લા 35 વર્ષથી એક પેઈન્ટીંગનું કામ કરે છે. આ પેઈન્ટીંગ બદલ તેને બે નેશનલ એવોર્ડ મળ્યા છે. તેની માલીકીનો ફલેટ શ્રી કોમર્શીયલ સેન્ટરમાં ત્રીજા અને ચોથા માળે આવેલ છે. જેમાં તે એકલા રહી પેઈન્ટીંગનું કામકાજ કરતા હતાં. એકાદ વર્ષ પહેલા તેને ગેંગરીંગ થઈ જતાં તબીબે પગ કાપવાની સલાહ આપી હતી.

તેને સંતાન ન હોય તેના ગયા બાદ મિલ્કત નાનાભાઈની પુત્રી શ્રુતી રાઠોડને મળે તેવી ઈચ્છા હોવાથી તેને શ્રૃતીને તેના ફલેટે બોલાવી સમગ્ર વાત કરી મારા ગયા પછી તારા નામે થઈ જાય તે માંટે વસીયત નામું કરવાનું છે. તેમ કહ્યું હતું. આથી વસીયત નામા માંટે તેને બન્ને ફલેટનો એક જ દસ્તાવેજ હોય તે ગઈ તા. 7-9-2022 નાં શ્રૃતીને આપ્યો હતો. જેના બીજા દિવસે તા.8નાં તે શ્રૃતી સાથે સબ રજીસ્ટાર કચેરીએ ગયા હતાં. અને શ્રૃતીએ તૈયાર કરાવેલ દસ્તાવેજમાં સહી કરવાનું કહેતા વાંચ્યા વગર વિશ્વાસ રાખી સહી કરી દીધી હતી.

ચારેક મહિના પછી પગનું ઓપરેશન કરાવ્યા પછી ચાલવાની તકલીફ પડતી હોય તેઓ વડીલોપાર્જીત મકાને રહેવા ગયા હતાં. જયારે તેના માલીકીનાં ફલેટમાં તેણે બનાવેલ આશરે 50 જેટલી પેઈન્ટીંગ રાખી હતી. ત્યારબાદ તેણે શ્રુતી પાસે વસીયનામાની કોપી માંગતા તે બહાના બનાવતી હતી. થોડા સમય બાદ શ્રૃતીએ કોપી આપતા તે જોતા તે વસીયતનામું ન હોય શ્રૃતીએ ફલેટનો પોતાના નામનો વેંચાણ દસ્તાવેજ કરાવી લીધો હોવાની જાણ થઈ હતી. બીજી તરફ તેના જુના પાડોશી દશરથસિંહ અને રોહીતસિંહે ગઈ તા.16 કે 17ના તેની પાસે આવ્યા હતાં. અને વાત કરી હતી કે, તમારા ફલેટમાં જે પેઈન્ટીંગ હતા તે વેંચી દીધા છે.

Read Saurashtra Kranti E-Paper here

આથી તેમને કોઈને વેંચાણ કર્યા નથી. તેવો જવાબ આપ્યો હતો. આથી તેમણે જણાવ્યું કે, તમારા ફલેટમાં જે પેઈન્ટીંગ હતા તે તમારી ભત્રીજી શ્રૃતી મીની ટ્રકમાં ભરાવીને લઈ ગઈ છે. આથી તેણે શ્રૃતીને ફોનથી પુછતા તેણે પેઈન્ટીંગ મારી પાસે છે. કાલે તમે કહો ત્યાં મોકલાવી દઈશ. તેમ કહ્યું હતું. આથી તેણે તે જયાં રહે છે ત્યાં મોકલાવી આપવાનું કહ્યું હતું. બીજા દિવસે પેઈન્ટીંગ નહી મોકલતા ફરીથી ફોન કરી પેઈન્ટીંગ મોકલવાનું કહેતા શ્રૃતીએ હું અત્યારે બહાર છું કાલે મોકલાવીશ તેમ કહ્યું હતું. આમ તેને ખોટા વાયદાઓ આપી પેઈન્ટીંગ પરત આપ્યા ન હતાં.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here