રાજકોટની કોલેજમાં ભણતા મ્યાનમારના છાત્રએ પાર્ટ ટાઈમ જોબની લાલચમાં રૂા.૧ લાખ ગુમાવ્યા

રાજકોટની કોલેજમાં ભણતા મ્યાનમારના છાત્રએ પાર્ટ ટાઈમ જોબની લાલચમાં રૂા.૧ લાખ ગુમાવ્યા
રાજકોટની કોલેજમાં ભણતા મ્યાનમારના છાત્રએ પાર્ટ ટાઈમ જોબની લાલચમાં રૂા.૧ લાખ ગુમાવ્યા
સામાન્ય રીતે ગઠીયાઓ ભોગ બનનાર પાસેથી તેના બેન્ક એકાઉન્ટની ડિટેઈલ, ઓટીપી વગેરે માંગી ફ્રોડ કરતા હોય છે. પરંતુ એક નવતર પ્રકારના કિસ્સામાં રૈયા રોડ પર રહેતા ગુણવંતરાય હિંમતલાલ રાણપરાને કોઈ ગઠીયાનો ફોન કે મેસેજ આવ્યો ન હતો. એટલું જ નહીં કોઈ લિન્ક કે એપ્લીકેશન પણ આવી ન હતી.

Visit Saurashtra Kranti Homepage here

આમ છતાં તેના ખાતામાંથી રૂા.૪૦ હજાર ઉપડી ગયા હતા. જે અંગે ગાંધીગ્રામ પોલીસ મથકમાં અરજી થતાં પોલીસે જે ખાતામાં રૂા.૪૦ હજાર જમા થયા હતા તેને ફ્રિઝ કરાવી પુરેપુરી રકમ પરત અપાવી હતી. બીજા બનાવમાં ગઢકા રહેતા વસીમ નઝીરભાઈ ઉમરેટીયાને ઈન્સ્ટાગ્રામમાં ક્રિપ્ટો કરન્સીમાં ઈન્વેસ્ટ કરવાનો મેસેજ આવ્યો હતો. જેમાં તેને રૂા.૧૦ હજારના રોકાણ સામે રૂા.પ૦ હજારનો નફો આપવાની લાલચ અપાઈ હતી. જે માટે રૂા.૪પ૦૦નો બેન્ક ચાર્જ માગવામાં આવ્યો હતો. જેથી વસીમે રૂા.૧૪પ૦૦  ટ્રાન્સફર કર્યા હતા. આખરે ફ્રોડ થયાનો અહેસાસ થતા સાયબર હેલ્પલાઈન ઉપર અરજી કરી હતી. જેથી સાયબર ક્રાઈમ પોલીસે ગઠીયાનું એકાઉન્ટ ફ્રિઝ કરાવી પુરેપુરી રકમ પરત અપાવી હતી. 

ત્રીજા બનાવમાં જયદીપ દિપકભાઈ ફિચડીયા (રહે. કરણપરા ગરબી ચોક, કૃષ્ણનગર એપાર્ટમેન્ટ)ને ગઠીયાએ એસબીઆઈના કર્મચારી તરીકે ઓળખ આપી બંધ ક્રેડિટ કાર્ડનું બીલ રૂા.રરપ૦૦ બન્યાનું કહી બીલ કેન્સલ કરાવવાની પ્રોસેસ માટે એક લિન્ક મોકલી હતી. જેમાં ક્રેડિટ કાર્ડની બધી વિગતો ભરતા રૂા.૧.૧૦ લાખનું ફ્રોડ થયું હતું. જે અંગે ઓનલાઈન અરજી કરી હતી. જેના આધારે સાયબર ક્રાઈમ પોલીસે ગઠીયાનું બેન્ક એકાઉન્ટ ફ્રિઝ કરાવી પુરેપુરી રકમ પરત અપાવી હતી.ચોથા બનાવમાં મૂળ મ્યાનમારના અને હાલ મારવાડી કોલેજમાં અભ્યાસ કરતા રાર સૈનને ગઠીયાએ ઈન્સ્ટાગ્રામમાં પાર્ટ ટાઈમ જોબની લાલચ આપી હતી. એટલું જ નહીં ઓનલાઈન વર્કના બદલામાં અમુક ટકા વળતરની પણ લાલચ આપી હતી. જેથી રાર સૈને રૂા.૧ લાખ ઓનલાઈન ટ્રાન્સફર કર્યા હતા. જે રકમ સાઈબર ક્રાઈમ પોલીસે ગઠીયાનું બેન્ક એકાઉન્ટ બ્લોક કરાવી પરત અપાવી હતી. 

Read About Weather here

પાંચમા બનાવમાં એક મહિલાને ગઠીયાએ અજાણ્યા નંબર પરથી વોટ્સએપમાં પાર્ટ ટાઈમ જોબ માટેનો મેસેજ કર્યો હતો. જેના બદલામાં ગઠીયાએ અમુક ટકા વળતરની લાલચ આપતા મહિલાએ રૂા.૧.૩૦ લાખ ગુમાવ્યા હતા.  જે રકમ પણ સાયબર ક્રાઈમ પોલીસે પરત અપાવી હતી. આ ઉપરાંત ગાંધીગ્રામ પોલીસે ઓનલાઈન ફ્રોડનો ભોગ બનેલા ૯ અરજદારોને રૂા.૪૪૯૬૧ પરત અપાવ્યા હતા. આ અરજદારોમાં મયુરસિંહ હેરમા, સમીપ કણઝારીયા, ચિતરંજન રાવલ, સુરેન્દ્ર સાઉદ, ઝાકીર કાદરી, મહેશ ખોખર, મિતલ માયાણી, મિનલબેન રાડીયા અને હરશ્યામસિંહ જાડેજાનો સમાવેશ થાય છે. 

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here