રાજકોટની એવરેસ્ટ સિક્યોરિટી કંપની ભાઈ-ભાભી એ કાગળમાં બોગસ સહીઓ કરી હડપી લીધી 

રાજકોટની એવરેસ્ટ સિક્યોરિટી કંપની ભાઈ-ભાભી એ કાગળમાં બોગસ સહીઓ કરી હડપી લીધી 
રાજકોટની એવરેસ્ટ સિક્યોરિટી કંપની ભાઈ-ભાભી એ કાગળમાં બોગસ સહીઓ કરી હડપી લીધી 
માણાવદરના કોઠડી ગામે રહેતા અને ખેતી કરતા કેશવભાઈ દેવશીભાઈ મૂલીયાશીયા (ઉ.વ. 57)એ તેની એવરેસ્ટ સિક્યોરિટી પ્રા.લી. નામની કંપની સગો ભાઈ સાજણ અને ભાભી વર્ષાબેન (રહે. બંને એસ્ટ્રોન સોસાયટી શેરી નં. 3, અમીન માર્ગ) બોગસ દસ્તાવેજોના આધારે હડપ કરી ગયાની તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

Visit Saurashtra Kranti Homepage here

જેના આધારે પોલીસે તપાસ આગળ ધપાવી છે.ફરિયાદમાં કેશવભાઈએ જણાવ્યું છે કે તે ચાર ભાઈ છે. જેમાંથી પોતે ત્રીજા નંબરના છે. સૌથી નાના ભાઇનું નામ સાજણ છે. જેની સાથે મળી 20 વર્ષ પહેલા રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર આર.કે. પાર્કમાં એવરેસ્ટ સિક્યોરિટી પ્રા.લી. નામની ડિજીટલ સિક્યોરિટીની કંપની શરૂ કરી હતી. જેમાં તે 50 ટકા ભાગીદાર હતા. જ્યારે તેનો ભાઈ સાજણ પણ 50 ટકા ભાગીદાર હતો. કંપનીના 10,000 શેરમાંથી 50 ટકા શેર તેની પાસે હતા. શેરની ફેસ વેલ્યૂ રૂા. 10 હતી. જ્યારે તેના ભાઈ સાજણના નામે 4,999 શેર હતા.  એક શેર ડી.મૂલીયાશીયા સોલાર એનર્જીના નામનો હતો. તે ગામડે રહીને ખેતી કરતા હોવાથી કંપનીનું સંચાલન ભાઈ સાજણ કરતો હતો. જરૂર જણાય ત્યારે તે રાજકોટ આવી કંપનીની વિગતો મેળવતા હતા. 2019માં સાજણે કોલ કરી જણાવ્યું કે આપણે બંને ડાયરેક્ટરનું ડીસ્કલોફાઈ થયાનો એમસીએ (મિનીસ્ટ્રી ઓફ કંપનીઝ) દ્વારા હુકમ થયો છે.

જેથી કંપનીમાં મારી પત્ની વર્ષા અને તમારા પુત્ર અર્જુનને ડાયરેક્ટર તરીકે ઉમેરવાના છે. આ રીતે તેનો પુત્ર અર્જુન 2020માં કંપનીમાં ડાયરેક્ટર તરીકે જોડાયો હતો. તે વખતે પોતાને રાજીનામુ આપવાનું છે તેવી કોઇ વાત સાજણે કરી ન હતી.ત્યારબાદ તે અને પુત્ર જૂનાગઢ ખાતે ગામડે રહેતા હતા. સાજણ જ કંપનીનો બધો વહીવટ કરતો હતો. આ પછી તે કે તેનો પુત્ર કંપનીમાં આવ્યા ન હતા. ત્રણ મહિના પહેલા તે અને પુત્ર કંપનીમાં આવ્યા ત્યારે સાજણે કહ્યું કે તમે અહીં શું લેવા આવ્યા છો, આ કંપનીમાં તમારો કોઇ ભાગ નથી, આખી કંપની મારી માલિકીની છે. જેથી અચંબિત થઇ ગયા હતા. આવું કઇ રીતે બન્યું તે બાબતે પૂછતા સાજણે કહ્યું કે તમે બંનેએ કંપનીના ડીરેક્ટરશીપમાંથી રાજીનામુ આપ્યું છે.

Read National News : Click Here  

જેથી તેણે અમે કોઇ રાજીનામા આપ્યા નથી તેમ કહેતા સાજણે રાજીનામાનો કાગળ બતાવ્યો હતો. તેની અને તેના પુત્રની ખોટી સહીઓ કરી રાજીનામા લેવામાં આવ્યા હતા. આ પછી એમસીએની વેબસાઇટ ચેક કરતાં જાણવા મળ્યું કે તેમની ખોટી સહીઓવાળા ડોક્યુમેન્ટ અપલોડ કરી કંપનીમાંથી ગેરકાયદે રીતે કાઢી નાખવામા ંઆવ્યા છે. આ ઉપરાંત સાજણે પોતાની પત્નીને કંપનીમાં ડાયરેક્ટર બનાવ્યા બાદ તેની માલિકીના 5000 શેર બોગસ ટ્રાન્સફર ફોર્મ બનાવી તેમાં તેની ખોટી સહી કરી પત્નીના નામે કરી દીધાનું જાણવા મળ્યું હતું.

આ રીતે તેના ભાઇ અને ભાભીએ પૂર્વયોજીત કાવત્રું રચી, બોગસ દસ્તાવેજો ઉભા કરી તેની અને તેના પુત્રની ખોટી સહીઓ કરી બંનેનો ભાગ ઠગાઇ કરી ડૂબાડી દીધો હતો. એટલું જ નહીં તેના 5000  શેર પણ તેની ખોટી સહીઓ કરી સાજણે પોતાની પત્નીના નામે કરી દીધા હતા. જે ડોક્યુમેન્ટમાં સાજણના પત્ની વર્ષાબેને પણ સહીઓ કરી છે જેથી બંને વિરૂધ્ધ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વિશ્વાસઘાત, છેતરપિંડી અને બોગસ દસ્તાવેજો બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરવાની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ આગળ ધપાવી છે. 

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here