રાજકોટના પોલીસ ભરતીના બોગસ કોલ લેટર કૌભાંડમાં જસદણના ૪ની અટકાયત

રાજકોટના પોલીસ ભરતીના બોગસ કોલ લેટર કૌભાંડમાં જસદણના ૪ની અટકાયત
રાજકોટના પોલીસ ભરતીના બોગસ કોલ લેટર કૌભાંડમાં જસદણના ૪ની અટકાયત
રાજકોટના પોલીસ ભરતીના બોગસ કોલ લેટર કૌભાંડ જસદણ-નવગામના વધુ ચાર આરોપી પકડાયા છે. રાજકોટમાં પોલીસ ભરતીનો નકલી નિમણૂંક પત્ર લઈ હાજર થવા આવેલ યુવાન ઝડપાઈ ગયો હતો અને સમગ્ર કૌભાંડ ખુલ્લું પડી ગયું હતું.

Visit Saurashtra Kranti Homepage here

જેમાં ક્રાઈમ બ્રાંચે ગુનો દાખલ કર્યો હતો. આ કેસની તપાસમાં 28 જેટલા ઉમેદવારના નિમણૂંક પત્રો રૂ.4 લાખથી 5 લાખ લઈ વેચવામાં આવ્યા હતા. નકલી નિમણૂંક પત્રો ખરીદનાર ઉમેદવાર અને વચેટીયાઓની ધરપકડનો દૌર શરૂ કરતા ક્રાઈમ બ્રાંચે 21 આરોપીઓની ધરપકડ કરી હતી. ત્યારે વધુ ચાર આરોપીઓ જયદિપ રવુભા ખાચર (ઉ.વ.26), શૈલેષ ચોથા પલાડીયા (ઉ.વ.28), અશ્ર્વિન જગદિશભાઈ ચાવડા (ઉ.વ.27) (રહે. ત્રણેય બરવાળા, તા. જસદણ) અને સોમા વાઘા અજાડીયા (ઉં.વ.21, રહે. નવાગામ)ને ઝડપી લેવાયા છે. આજે ક્રાઈમ બ્રાંચ રિમાન્ડની માંગણી સાથે આ આરોપીઓને કોર્ટમાં રજૂ કરશે. આ કૌંભાડના બે મુખ્ય સૂત્રધારો હજુ ફરાર છે. વચેટીયા અને ઉમેદવારો સહિત અંદાજે પંદરેક આરોપીઓ હજુ નાસતા ફરતા છે.

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here