અમરેલીના દેવરાજિયા ગામે સાજીયાવદરના પાસે ગઈકાલે ગોઝારો અકસ્માત સર્જાયો હતો.જેમાં સ્વિફ્ટ કાર ઝાડ સાથે અથડાતાં કારમાં સવાર સાસુ–વહુના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા.જ્યારે ત્રણ ને ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
Visit Saurashtra Kranti Homepage here
દીવના ઘોઘલા ખાતે રહેતો પરિવાર રાજકોટથી પોતાની કારમાં ઘોઘલા પરત ઘરે જઈ રહ્યો હતો ત્યારે આ ગોઝારો અકસ્માત સર્જાયો હતો.હાલ પોલીસે આ મામલે ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.બનાવની મળતી માહિતી અનુસાર દીવના ઘોઘલામા રહેતા પ્રદિપભાઇ વિરાભાઇ બારૈયા (ઉ.વ.56) પોતાની કાર નંબર ડીડી 02 જી 0977 લઇ અમરેલીથી દિવ તરફ જવા નીકળ્યા હતા. કારમા તેમની સાથે માતા તારાવંતીબેન વિરાભાઇ બારૈયા (ઉ.વ.76) પત્ની હેમલતાબેન(ઉ.વ.48) પુત્ર પુનીત (ઉ.વ.14) અને પુત્રી મયુરી (ઉ.વ.16) સાથે ત્યારે તેમની કાર જેમાં તેમની કાર સાજીયાવદરના પાટીયા પાસે પહોંચી ત્યારે તેમણે કાર પરનો કાબુ ગુમાવ્યો હતો.
Read Saurashtra Kranti E-Paper here
કાર રોડ પરથી ઉતરી સાઇડમા રહેલા ઝાડ સાથે અથડાઇ ગઇ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે તારાવંતીબેનનુ ઘટના સ્થળે જ મોત થયુ હતુ. જયારે પ્રદિપભાઇ તેમના પત્ની હેમલતાબેન, પુત્ર પુનીત અને પુત્રી મયુરીને સારવાર માટે તાબડતોબ અમરેલી સિવીલ હોસ્પિટલમા ખસેડવામા આવ્યા હતા.જયાં ટુંકી સારવાર બાદ હેમલતાબેનનુ પણ મોત થયુ હતુ. જયારે બાકીના ત્રણેયની અમરેલી સિવીલમા સારવાર ચાલી રહી છે. બનાવની જાણ થતા અમરેલી તાલુકા પોલીસ સિવીલ હોસ્પિટલે અને ઘટના સ્થળે પહોંચી હતી. તાલુકા પોલીસે આ બનાવ મામલે કાર ચાલક પ્રદિપભાઇ વિરાભાઇ બારૈયા સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here