રાજકોટ:ગેલેક્ષી ગાર્ડન સાઈટ પરથી વાયરની ચોરી કરનાર નેપાળી શખ્સ ગણતરીની કલાકોમાં ઝડપાયો

રાજકોટ:ગેલેક્ષી ગાર્ડન સાઈટ પરથી વાયરની ચોરી કરનાર નેપાળી શખ્સ ગણતરીની કલાકોમાં ઝડપાયો
રાજકોટ:ગેલેક્ષી ગાર્ડન સાઈટ પરથી વાયરની ચોરી કરનાર નેપાળી શખ્સ ગણતરીની કલાકોમાં ઝડપાયો
સ્પીડવેલ પાર્ટી પ્લોટની પાછળ વસંત એવન્યુની પાસે ગેલેક્ષી ગાર્ડન સાઈટ પરથી 85 કિલો વાયરની ચોરી કરનાર નેપાળી શખ્સને તાલુકા પોલીસે દબોચી મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
બનાવ અંગે મવડી ગામમાં આશ્રયગ્રીન સોસાયટીમાં રહેતાં રાજભાઈ કમલેશભાઈ ઘોડાસરા (ઉ.વ.22) એ ફરિયાદમાં જણાવ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

તેઓ સ્પીડવેલ પાર્ટી પ્લોટની પાછળ વસંત એવન્યુની પાસે ગેલેક્ષી ગાર્ડન સાઈટમાં મેનેજર તરીકે છેલ્લા સવા વર્ષથી નોકરી કરે છે.ગઈકાલે તેઓની તબીયત ખરાબ હોવાથી તે ઘરે રોકાયેલ હતો અને સાઈટ ઉપર ગયેલ ન હતો બાદ સાંજના ચારેક વાગ્યે સાઈટમા કામ કરતા એન્જીનીયર કલરવભાઈ પાઘડારનો ફોન આવેલ અને જણાવેલ કે, સાઈટની સામે ખુલ્લી જગ્યામાં રાખેલ સ્ટીલ કટીંગ મશીનનો કોપરનો વાયર જોવામાં આવતો નથી. જેથી મશીનથી થતુ કામ અટકી ગયેલ છે કહેતા તેઓ સાઈટ ઉપર ગયેલ અને ચાલુ બાંધકામ સાઈટની આગળના ભાગે ખુલ્લી જગ્યામાં પડેલ સ્ટીલ કટીંગ મશીન સાથે જોડાયેલ કોપરનો વાયર 85 કિલો રૂ.60 હજારની કોઈ અજાણ્યાં શખ્સો ચોરી કરી ગયાની ફરીયાદ નોંધાવી હતી.

Read Saurashtra Kranti E-Paper here

બનાવ અંગેની ફરિયાદ પરથી તાલુકા પોલીસ મથકના પીઆઇ વિ.આર.પટેલની રાહબરીમાં પીએસઆઇ એચ.જી.ગોહિલે તપાસ હાથ ધરતાં કોન્સ્ટેબલ જીલુ ગરચર અને કુશલ જોષીને મળેલ ચોક્કસ બાતમીના આધારે સ્પીડવેલ ચોકની બાજુમાં ભારતનગર ક્વાર્ટરમાં રહેતાં ઈશુ ઉર્ફે કાંચો ગોવિંદ કામી નામના નેપાળી શખ્સને દબોચી રૂ.60 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here