રાજકોટઃજામનગર હાઇવે પર ખંઢેરી પાસે કારે બે બાઇકને ઉલાળતા બે દંપતિ ઘવાયા

રાજકોટ:ગોંડલ હાઈ-વે પર ધૂમ્મસને કારણે પગપાળા જતા વૃધ્ધને કારે હડફેટે લેતા મોત
રાજકોટ:ગોંડલ હાઈ-વે પર ધૂમ્મસને કારણે પગપાળા જતા વૃધ્ધને કારે હડફેટે લેતા મોત
જામનગર હાઇવે પર ખંઢેરી નજીક ધ ગ્રાન્‍ડ મુરલીધર હોટેલ પાસે રાતે ટ્રીપલ અકસ્‍માત સર્જાયો હતો. હિટ એન્‍ડ રનની આ ઘટનામાં બે બાઇકને ઠોકરે લઇ કાર ચાલકે કાર ભગાવી મુકી હતી.

Visit Saurashtra Kranti Homepage here

અકસ્‍માત સર્જી ભાગેલા કારચાલકને માધાપર પાસેથી પકડી લેવાયોઃ જો કે ઘાયલોએ ફરિયાદ નોંધાવવાનું માંડી વાળ્‍યું

જો કે તેને માધાપર ચોકડી પાસેથી પકડી લેવાયો હતો. બે બાઇક પર સવાર રાજકોટના બે દંપતિને ઇજાઓ થતાં ખાનગી હોસ્‍પિટલમાં પ્રાથમિક સારવાર લીધી હતી. બનાવની જાણ થતાં પડધરી પીએસઆઇ જે. જી. ઝાલા સહિતનો સ્‍ટાફ દોડી ગયો હતો. જો કે ઘાયલોએ ફરિયાદ નોંધાવવાનું ટાળ્‍યું હતું. ઘાયલોમાં અજયભાઇ જગદીશભાઇ ઠાકર (ઉ.૩૫-રહે. સનરાઇઝ ગોલ્‍ડ, રેસકોર્ષ રેસીડેન્‍સી નવો ૧૫૦ રીંગ રોડ), તેના પત્‍નિ નેત્રીબેન (ઉ.૩૧) તથા બીજા ટુવ્‍હીલરમાં બેઠેલા ભાર્ગવભાઇ રવિન્‍દ્રભાઇ રાજ્‍યગુરૂ (ઉ.વ.૨૮-રહે. વર્ધમાન રેસિડેન્‍સી નવા રેસકોર્ષ પાસે) અને તેના પત્‍નિ હેતલબેન (ઉ.૨૫)ને સારવાર અપાઇ હતી.

Read National News : Click Here

અકસ્‍માત સર્જનાર કાર ચાલકે પોતાનું નામ ભરત બોળીયા (રહે. રાજકોટ) જણાવ્‍યું હતું. સવાર સુધી આ મામલે કોઇ ફરિયાદ નોંધાવવામાં નહિ આવ્‍યાનું પડધરી પોલીસે કહ્યું હતું. તસ્‍વીરમાં અકસ્‍માત સર્જનાર કાર, તેનો ચાલક, ઘાયલો અને ઘટના સ્‍થળે પોલીસ જોઇ શકાય છે. ચાલકે પોલીસ સમક્ષર રટણ કર્યુ હતું કે અચાનક બાઇક રોડ વચ્‍ચે આવી જતાં તેને બચાવવાના પ્રયાસમાં કાબૂ ગુમાવતાં અકસ્‍માત સર્જાયો હતો

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here