યુવાનોની ટીમે ભુવાનો 4.50 લાખથી વધુની રકમલીધાનો ભાંડો ફોડ્યા

યુવાનોની ટીમે ભુવાનો 4.50 લાખથી વધુની રકમલીધાનો ભાંડો ફોડ્યા
યુવાનોની ટીમે ભુવાનો 4.50 લાખથી વધુની રકમલીધાનો ભાંડો ફોડ્યા
અમદાવાદના નરોડામાં તંત્રીકે સામાન્ય નાગરિકને ભોળવી 4.50 લાખથી વધુની રકમ પડાવી લીધી હોવાની જાણ થતાં અંધશ્રદ્ધા હટાવવા માટે કામ કરતા યુવાનોની ટીમે ભુવાનો ભાંડો ફોડ્યો હતો. ઉપરાંત તાંત્રિક રાહુલ ઠાકોરે પણ સત્ય સ્વીકારી અને બીજી વાર આવી ભૂલ નહીં કરે એની બાહેંધરી આપી હતી. આ સિવાય પોલીસ કાર્યવાહીની તજવીજ થઈ હતી.

Visit Saurashtra Kranti Homepage here

અંધશ્રદ્ધા હટાવવા માટે કામ કરતી યુવા ટીમના અગ્રણી દેથા કિર્તીદાન ગઢવીએ જણાવ્યું કે, અમદાવાદ જિલ્લાના નરોડાથી એક વ્યક્તિએ મારી અંધશ્રદ્ધાના વીડિયો જોઈને મને કોલ કર્યો અને જણાવ્યું કે એક તાંત્રિકે જેનું નામ રાહુલ રમેશ ઠાકોર ઉર્ફે લાલી છે તેણે મારા 4,50,000 લઈ લીધેલ છે. જેથી મારી આખી ટીમ અમદાવાદ નરોડા વિસ્તારમાં પહોંચી પીડિત પરિવારની મુલાકાત લીધી હતી. રૂપિયા પડાવેલ છે તેવું બેંક સ્ટેટમેન્ટથી જાણવા મળેલ. જેથી પુરાવા સાથે રાહુલ ઠાકોરની મુલાકાત કરી અને ઘટના અંગે તેની સાથે ચર્ચા કરી સમજાવવા પ્રયત્ન કર્યો હતો પણ એ માનવા તૈયાર ન હતો. જોકે, તમામ પુરાવા બતાવ્યા પછી તેણે સત્ય સ્વીકારી લીધું હતું કે, હું મંત્રો દ્વારા નહીં પરંતુ કેમિકલ દ્વારા અગ્નિ ઉપન કરતો હતો મારા શ્લોકથી લીંબુ ઊંચું થતું હતું એ પણ એક દોરાનો કમાલ હતો. તે લોકોની શ્રદ્ધા સાથે ખિલવાડ કરતો હતો. કિર્તીદાનની ટીમે આ બનાવટી તાંત્રિકની જટા કાપી નાખી હતી. દરમિયાન રાહુલ ઠાકોરે પણ સત્ય સ્વીકારી અને બીજી વાર આવી ભૂલ નહીં કરે એની બાહેંધરી આપી હતી.

Read About Weather here

કીર્તિદાને વધુમાં કહ્યું કે, નરોડા પોલીસ સ્ટેશનમાં પીઆઈ શ્રી ભાટિયાનો સંપર્ક થતા પોલીસે રાહુલને હસ્તગત કર્યો હતો. પીડિત પરિવાર દ્વારા છેતરપીંડીની ફરિયાદ નોંધાવવા તજવીજ કરાઈ હતી. દેથા કીર્તિદાને કહ્યું કે, ખોટા ભુવાજી જે આગળ પૈસા પડાવતા ધ્યાન રાખે લોકોને શ્રદ્ધા અંધશ્રધ્ધામાં ન ફેરવાય એ બાબતે અને બીજી વાત જે નવા નવા ખોટા ભુવાજી આગળ પ્રવૃત્તિ કરતા અટકે. ઉપરાંત સરકાર આ બાબત ધ્યાન આપે જેથી લોકોની શ્રદ્ધા પ્રત્યે ખીલવાડ ન થાય.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here