મોરબીના સામાકાંઠે ઉમા ટાઉનશીપની સામે આવેલા ભીમસર વિસ્તારમાં નજીવી વાતે બોલાચાલી થયા બાદ મોડી રાતના યુવાનની છરીના ઘા મારીને નિર્મમ હત્યા કરવામાં આવી હોવાનો બનાવ સામે આવ્યો છે.
Visit Saurashtra Kranti Homepage here
આ બનાવમાં અન્ય ત્રણ લોકોને પણ ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળેલ છે.પ્રાથમિક ધોરણે મળતી માહિતી પ્રમાણે મૃતક યુવાન પોતાના ફઈબાના ઘરે ભીમસર વિસ્તારમાં ગયો હતો અને ત્યાં તેઓની કૌટુંબીક બહેન પણ સાસરે હોય તેણીના ઘરે ઝઘડો થયો હતો અને ત્યાં મૃતક વચ્ચે સમજાવવા માટે ગયો હતો.ત્યારે ઝઘડો થવાથી તે બનાવમાં સામાપક્ષેથી કરાયેલ છરી વડેના હુમલામાં યુવાનનું મોત નીપજ્યું હતું.ઉપરોક્ત બનાવ સંદર્ભે જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબીના સામાકાંઠે આવેલ ઉમા ટાઉનશીપની સામે આવેલ ભીમસર વિસ્તારમાં ઉપરોકત મર્ડરનો બનાવ સામે આવ્યો છે.જેમાં મોરબીના જેલ ચોક સામેના વિસ્તારમાં રહેતા રવિભાઇ જયસુખભાઈ ઝાલા નામના 32 વર્ષીય યુવાનની હત્યા થઇ હોવાના સમાચાર મળી રહ્યા છે.જ્યારે આ બનાવની અંદર લલિત કેસાભાઇ ઉર્ફે જેઠાભાઈ વાઘેલા (ઉમર 45), કેશાભાઈ ટપુભાઈ વાઘેલા (ઉંમર 62) અને મંજુબેન કેશાભાઈ વાઘેલા (ઉમર 60) રહે.ત્રણેય ભીમસર વાળાઓને પણ ઇજાઓ થવાથી રાત્રીના ત્રણેયને સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા છે.
વધુમાં હોસ્પિટલ ખાતે એકત્રી થયેલા લોકો તથા પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે મૃતક રવિ ઝાલાના ફઈબા સામાકાંઠે ભીમસર વિસ્તારમાં રહેતા હોય તે ત્યાં ગયો હતો અને તે પરિવારમાં જ મૃતકના ભાઈજી(મોટાબાપુ) ની દીકરી સાસરે હોય ત્યાં ઝઘડો થયો હતો ત્યારે મૃતક રવિ જયસુખભાઈ ઝાલા ત્યાં સમજાવવા માટે ગયો હતો.તે દરમિયાન ત્યાં થયેલ ઝઘડામાં છરી વડે પડખાના ભાગે કરવામાં આવેલા ઘા પૈકી એક ઘા જીવલેણ સાબિત થયો હતો અને રવિ ઝાલા નામના યુવાનનું મોત નિપજયુ હતુ.બનાવના સંદર્ભે મોરબી સીટી બી ડિવિઝન પીઆઇ દેકાવાડીયા તથા સ્ટાફ અને એલસીબી સહિતનો સ્ટાફ મોડી રાતના જ હોસ્પિટલે અને ઘટના સ્થળે પહોંચી ગયો હતો.પીઆઇ દેકાવાડીયાએ ભોગ બનેલ યુવાનના પિતા જયસુખભાઈ નાથાભાઈ ઝાલા (ઉમર 55) રહે.લીલાપર રોડ સબજેલ સામે વાળાની ફરિયાદ લીધી હતી જેમાં જયસુખભાઈએ સામેવાળા કલેજ લલિતભાઈ, રાજ લલિતભાઈ, લલિત કેસાભાઈ અને રાજુ કેસાભાઈ રહે.
Read About Weather here
બધા ભીમસર વિસ્તાર ઉમાટાઉનશીપ સામે વેજીટેબલ રોડ મોરબી-2 વાડાઓ સામે ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, તેમનો પુત્ર મૃતક રવિ ઝાલા સામેવાળાઓ ઝઘડો કરી રહ્યા હોય ત્યાં વચ્ચે છોડાવવા માટે પડ્યો હતો ત્યારે સામેવાળા પૈકીના કલેજ લલીતભાઈએ તેને ગાળો આપી ઢીકાપાટુનો.મારમારીને ઝઘડો કરવામાં આવ્યો હતો અને તે દરમિયાનમાં રાજ લલિતભાઈ, લલીતભાઇ કેસાભાઉ અને રાજુ કેસાભાઈએ મૃતક રવિને પકડી રાખ્યો હતો.તે દરમિયાન ચાર પૈકીના કલેજ લલીતભાઈએ મૃતક રવિ ઝાલાને પડખાના ભાગે છરીના ઘા મારી દીધા હતા જે પૈકીનો ઘા જીવલેણ નિવડતા રવિ ઝાલાનું મોત નિપજેલ છે.હાલ જયસુખભાઈ ઝાલાની ઉપરોક્ત ફરિયાદ આધારે આરોપીઓને પકડવાની તજવીજ પોલીસ દ્વારા શરૂ કરાયેલ છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here