મુન્દ્રામાં મિત્ર જ બન્યો મોતનું કારણ : કચ્છના ૨૫ વર્ષીય યુવાનની હત્યાનો ભેદ પોલીસે ઉકેલ્યો

મુન્દ્રામાં મિત્ર જ બન્યો મોતનું કારણ : કચ્છના ૨૫ વર્ષીય યુવાનની હત્યાનો ભેદ પોલીસે ઉકેલ્યો
મુન્દ્રામાં મિત્ર જ બન્યો મોતનું કારણ : કચ્છના ૨૫ વર્ષીય યુવાનની હત્યાનો ભેદ પોલીસે ઉકેલ્યો
મુન્દ્રામાં બે દિવસ અગાઉ નિપુંજ ઠક્કરની થયેલ હત્યા સંદર્ભે તેનો જ મિત્ર આરોપી નીકળ્યો. બે દિવસ અગાઉ નિપુણ ઉર્ફે કીર્તિ મહેશ ઠક્કર નામના યુવાનની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી તે દરમ્યાન પોલીસે તપાસ હાથ ધરતા નિપુણ ઉર્ફે કીર્તિ મહેશ ઠક્કરના મિત્ર દીવેન નવીનચંદ્ર ચાવડા શકના દાયરામાં આવી જતા તેનો અટકાયત કરી તેની પૂછ પરછ હાથ ધરતા તેને કબૂલ કરી લીધું હતું, .

Visit Saurashtra Kranti Homepage here

હાલ આર્થિક સંકડામણ હોવાથી તેના મિત્ર નિપુણ ઉર્ફે કીર્તિ મહેશ ઠક્કરએ બે દિવસ અગાઉ સેમસંગ ગેલેક્સી ફોલ્ડ ફાઈવ લીધો હતો તે મોબાઈલ તેની પાસેથી લઇ મોબાઈલ વેંચી આરોપી આર્થિક સંકડામણ માંથી નીકળવા માંગતો હતો જેથી જે રાત્રે નિપુણ ઉર્ફે કીર્તિ મહેશ ઠક્કરની હત્યા થઈ ત્યારે તે બંને મિત્રો વચ્ચે રકજક અને હાથા પાઈ થતા આરોપી દીવેન ચાવડાએ નિપુણ ઉર્ફે કીર્તિ મહેશ ઠક્કરની હત્યા કરી મોબાઈલ લઈ નાશી છૂટ્યો હતો. જે વેચવાની પ્રેરવિમાં હતો અને પોલીસે તેને પકડી લઇ આરોપીએ ગુન્હાની કબૂલાત કરી લીધી હતી.આરોપી દિવેનએ પોતે આર્થિક તંગીમાં હોઈ તેણે મિત્ર નિપુણ ઉર્ફે કીર્તિને તેનો મોંઘો ફોન વેંચી પોતાને પૈસા આપવાનું કહ્યું હતું. પરંતુ આ બાબતે મૃતકે આનાકાની કરતાં તેને શાસ્ત્રી મેદાન પાસે બોલાવી કાસળ કાઢી નાખ્યું હતું.

Read About Weather here

બન્ને વચ્ચે ઝપાઝપી થઈ હતી પણ દિવેન તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા નિપજાવી મૃતકનો ફોન લઈ લીધો હતો. મદદનીશ પોલીસ અધિક્ષક અને મુન્દ્રા પોલીસ સ્ટેશનના વડા વલય વૈદ્યના માર્ગદર્શન હેઠળ હત્યાનો ભેદ ઉકેલાયો હતો.પોલીસે છરી, મોબાઈલ, સીમ કાર્ડ સાથે આરોપીને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે. બન્ને મિત્રો ઉપર રાજકોટમાં એક છેતરપીંડીનો કેસ પણ થયો હોવાનું પોલીસે જણાવ્યું હતું.

 

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here