મારવાડી યુનિવર્સિટીમાં મળી આવેલ ગાંજાના વાવેતરને લઈને પોલીસ દ્વારા તટસ્થ તપાસ કરવા માંગ

મારવાડી યુનિવર્સિટીમાં મળી આવેલ ગાંજાના વાવેતરને લઈને પોલીસ દ્વારા તટસ્થ તપાસ કરવા માંગ
મારવાડી યુનિવર્સિટીમાં મળી આવેલ ગાંજાના વાવેતરને લઈને પોલીસ દ્વારા તટસ્થ તપાસ કરવા માંગ
ગુજરાત પ્રદેશના મંત્રી રાજદીપસિંહ જાડેજાએ પોલિસ કમિશનરને અરજી કરવામાંઆવી છે. અરજીમાં જણાવ્યું છે.કેઅમો અરજદાર સામાજીક કાર્યકર છીએ તેમજ કોગ્રેસ પક્ષમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મંત્રીની જવાબદારી નિભાવીએ છીએ અને સમાજમાં ગુનાહીત કૃત્ય અટકે તેવા હેતુથી આ અરજી કરવાની ફરજ પડેલી છે.તપાસ કરનાર અધિકારીએ રાજકોટ શહેરમાં આવેલ શિક્ષણ સંસ્થા મારવાડી યુનિવર્સિટી કેમ્પસમાં પાસ પરમીટ કે આધાર કે લાઈસન્સ વગરનું ગેરકાયદેસર રીતે માદક પદાર્થ ગાંજા (કેનાબીસ) ના છોડનું વાવેતર મળી આવેલ તેમ છતાં તપાસનીસ અધિકારીએ જે તે સમયે કોઈ ફરીયાદ કરેલ ન હતી.

Visit Saurashtra Kranti Homepage here

તપાસ કરનાર અધિકારી તથા ડી.સી.પી. એ બનાવના સમયથી જ આરોપીને બચાવતા હોય તેવી કાર્યવાહી કરેલ અને ગુનો દાખલ કરેલ નહી અને ઉડાવ જવાબો આપી એવુ જણાવેલ કે એફ.એસ.એલ. ના રીપોર્ટની રાહ જુઓ ત્યારબાદ ફરીયાદ લેશુ. તેમ અરજીમાં આક્ષેપ કર્યો છે. સામાન્ય સંજોગોમાં રાજકોટ પોલીસે ગાંજા જેવા ગંભીર નાર્કોટીકસના કિસ્સામાં એવી રીતથી ફરીયાદ કરેલ છે કે મળેલ પદાર્થ સુધી જોતા ગાંજા જેવી સ્મેલ આવેલ છે જેથી ગાંજો હોય અને આ પ્રકારે ગુનો નોંધી એન.ડી.પી.એસ. ના ગુનો નોંધેલ છે અને ત્યારબાદ એફ.એસ.એલ.નો રીપોર્ટ ચાર્જશીટ પછી પણ આવેલ છે આ જોતા ઉપરોકત ગુનામાં સ્પષ્ટપણે જણાઈ આવે છે કે તપાસ કરનાર અધિકારી તથા ડી.સી.પી. ઝોન-1 સેજજનસિંહ પરમાર વિગેરેએ ભેગા મળી આરોપીઓને બચાવવા માટે પ્રી-પ્લાન રચી આરોપીઓને બચાવેલ છે તેવુ સ્પષ્ટ પણે જણાઈ આવે છે.ઉપરોકત ગુનામાં એક .એસ.એલ. રીપોર્ટ આવ્યા બાદ પણ વર્તમાન તપાસ કરનાર અધિકારીએ આશરે 3-મહીના બાદ કોઈપણ વ્યકિતના નામ જોગ ફરીયાદ કરેલ નથી અને આરોપીને બચાવવા કાર્યવાહી કરતા હોય તેવુ સ્પષ્ટ પણે જણાઇ આવે. ઉપરોકત મારવાડી યુનિવર્સિટીમાં દેશ તથા વિદેશથી આશરે 10,000 થી વધુ વિધાર્થી અભ્યાસ કરે છે અને તેમના કેમ્પસમાં 2000 થી વધુ વિધાર્થી હોસ્ટેલમાં રહેછે ત્યારે વિધાર્થીના ભવિષ્યનો પ્રશ્ર્ન પણ ઉપસ્થિત થાય અને તેઓ ડ્રગ્સ એડીકટ બને તેવી કાર્યવાહી થઈ રહી હોય તેવુ જણાય આવે છે.

અમોને જાણવા મળેલ છે કે જે ગાંજો મળી આવેલ તે જગ્યા ને યેનકેન પ્રકારે પુરાવાનો નાશ કરવાનો પ્રયત્ન કરેલ હોય તેવુ જણાય આવે છે. ઉપરોકત હકીકત ઘ્યાને લેવામાં આવે તો મારવાડી યુનિવર્સિટીના સંચાલકો તથા ટ્રસ્ટીઓ તેના માલીક છે બનાવ વાળી જગ્યા તેમના કબજા ભોગવટા વાળી છે અને તેમના કબજામાં રહેલ જગ્યામાં ગુનાહીત પ્રવૃત્તિ ન થાય તેવી તમામ તકેદારી રાખવાની કામગીરી તથા ફ2જ તેઓની છે તેમ છતા પ્રથમ દૃષ્ટીએ ઉ5રોકત ગુનામાં આ મારવાડી યુનિવર્સિટીના સંચાલકો સતાધીશો અને ટ્રસ્ટીઓ આરોપી અને ત્યારબાદ તપાસમાં જે જે વ્યક્તિઓના નામ ખુલે તે આરોપી

Read About Weather here

તા.14/04ના રોજ ગાંજાના છોડવા મળી આવ્યા હતા છતા તપાસ કરનાર અધિકારીએ કોઇ કાર્યવાહી કરેલ નથી જેથી તેમની બેદરકારી સામે પગલા લઈ મારવાડી યુનિવર્સિટીના સત્તાધીશો સંચાલકો અને ટ્રસ્ટી અને પ્રિન્સીપાલ વિગેરેની આરોપી તરીકે ફરીયાદમાં ઉમેરો કરી તેઓની ધરપકડ કરવા નમ્ર અરજ છે. જાણી જોઈને આ કેસમાં તટસ્થ તપાસ કરવામાં નહી આવે તો તમામ જવાબદાર અધિકારીઓ વિરૂધ્ધ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં બેદરકારી તેમજ આરોપીને જોડવા અંગેની કાર્યવાહી કરીશુ જેની સ્પષ્ટ નોંધ લેશો, વર્તમાન ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી વારંવાર જણાવે છે કે નશીલા પદાર્થના ગુના તાત્કાલીક નોધી અને આગળની કાર્યવાહી કરવી તેમ છતા આપના તાબા હૈઠળના પોલીસ અધિકારી જાણીને કોઈ મલીન ઈરાદો પાર પાડવાના ઈરાદાથી આરોપીઓને છાવરી રહેલ હોય જેથી આ અરજી કરવાની ફરજ પડેલ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here