ખેડાના મહુધા તાલુકામાં કિડની કૌભાંડનો ચોંકાવનારો પર્દાફાશ થયો છે. સામાન્ય રીતે ઓપરેશનના બહાને ડોક્ટરો કિડની કાઢી લેતા હોવાના સમાચાર તમે સાંભળ્યા હશે, પણ આ કિસ્સો કિડની કૌભાંડ નહીં પણ વ્યાજખોરો દ્વારા કિડનીની લૂંટનો છે.
Visit Saurashtra Kranti Homepage here
ખેડાના મહુધા તાલુકામાં નાની રકમ વ્યાજે આપી લોકોનું શોષણ કરી 9 લોકોની કિડની વેચવામાં આવી હોવાનું સામે આવ્યું છે. ભુમસ ગામમાં રહેતા ગોપાલ કાભાઈ ભાઈ પરમારે ગામના જ માથાભારે ઈસમ અશોક અમરાભાઈ પરમાર પાસેથી ₹20,000 રુપિયા 30 ટકા વ્યાજે લીધા હતા જેનું સમયસર વ્યાજ આપવા છતાં અશોકે 20,000 ના 50,000 મૂડી કરીને 50000 નું વ્યાજ વસૂલવાનું શરૂ કર્યું જેથી ગોપાલે પોતાની સીએનજી રીક્ષા વેચી નાખી પરંતુ માત્ર વ્યાજની રકમ જ પૂરી થઈ.
30 હજારના પગારની અપાઈ હતી લાલચ
જોકે, રિક્ષા વેચી વ્યાજ ભરનાર ગોપાલભાઇને લૂંટવા તેમને 30 હજારના પગારની પશ્ચિમ બંગાળમાં નોકરીની લાલચ પણ અપાઇ હતી. જે બાદ અમદાવાદમાં ગોપાલભાઇની મેડિકલ ચેકઅપ કરી પશ્ચિમ બંગાળમાં સ્ટેમ્પ પર સહીઓ કરાવી લેવામાં આવી હતી. જે બાદ ગોપાલ ભાઇને દિલ્હી લઇ જવાયા જ્યાં કિડની કાઢવાની વાત સંભળાતા ગોપાલભાઇ બાથરૂમ જવાના બહાને ભાગી છુટ્યા હતા. જેથી કિડની કાઢવાનો માસ્ટર માઈન્ડ અશોકને આ બાબતની જાણ થતા તેણે ગોપાલને મારવાનું અને રૂપિયાની સખત ઉઘરાણી શરૂ કરતાં ગોપાલ ડઘાઈ ગયો હતો. ગઈકાલે બપોરે અશોકે ગોપાલને છાતીના ભાગે મુક્કા મારી રૂપિયાની ઉઘરાણી કરી હતી અને જો રૂપિયા નહીં આપે તો તેને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપતા ગોપાલે મહુધા પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો.
Read Saurashtra Kranti E-Paper here
રૂપિયાની લેતી દેતીની વાત કરી હતી જેથી મહુધા પોલીસ વાન ગોપાલને ઘરે મૂકી આવીને કોઈ તકલીફ પડે તો પોલીસને જાણ કરવાનું જણાવ્યું હતું પરંતુ અશોક માથાભારે હોવાથી ગોપાલે આ બાબતે એસ.પી નડિયાદને લેખિત ફરિયાદ કરી તેની નકલો કલેકટર ખેડા ડીવાયએસપી કપડવંજ પી.આઇ મહુધા તેમજ ગૃહ મંત્રીને જાણ કરી પોતાની સુરક્ષા ની માંગણી કરી હકીકત જણાવી હતી.
નાનીસૂની રકમ માટે લોકોએ ગુમાવી છે કિડની
20થી 30 હજારની નાનીસૂની રકમ માટે લોકોએ પોતાની કિડની ગુમાવી છે. ત્યારે કિડની કૌભાંડના આરોપી અશોક અમરાભાઇ પરમાર સામે ફરિયાદ બાદ ગોપાલભાઇએ ખેડા કલેક્ટર પાસે સુરક્ષાની માંગ કરી છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here