ભાવનગર : તગડી ગામ નજીકથી ટ્રકમાં લઈ જવાતો ઇંગ્લિશ દારૂનો 1680 બોટલ ઝડપાયો-ત્રણ શખ્સોની ધરપકડ

ભાવનગર : તગડી ગામ નજીકથી ટ્રકમાં લઈ જવાતો ઇંગ્લિશ દારૂનો 1680 બોટલ ઝડપાયો-ત્રણ શખ્સોની ધરપકડ
ભાવનગર : તગડી ગામ નજીકથી ટ્રકમાં લઈ જવાતો ઇંગ્લિશ દારૂનો 1680 બોટલ ઝડપાયો-ત્રણ શખ્સોની ધરપકડ
ભાવનગર જિલ્લાના તગડી ગામ નજીકથી ટોરસ ટ્રકમાં સિમેન્ટની થેલીઓની આડમાં લઈ જવાતો ઇંગ્લિશ દારૂનો મોટો જથ્થો ઝડપી લઇ પોલીસે ઇંગ્લિશ દારૂ, મોબાઈલ, ટોરસ ટ્રક તેમજ સિમેન્ટની થેલી મળી કુલ રૂ. 25.78 લાખના મુદ્દામાલ સાથે ત્રણ શખ્સ ને ઝડપી લીધા હતા.

Visit Saurashtra Kranti Homepage here

પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર ની ઘોઘા પોલીસ નો કાફલો ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે બુધેલ થી તગડી તરફ જવાના રોડ પર ટોરસ ટ્રકમાં સિમેન્ટની થેલીઓની આડમાં ઇંગ્લિશ દારૂના મોટા જથ્થાની હેરાફેરી થઈ રહી છે.જે બાતમીના આધારે ઘોઘા પોલીસે તગડી ગામના પાટીયા પાસે વોચમાં રહીને બુધેલ તરફથી આવી રહેલા ટોરસ ટ્રક નં. આર.જે. 09 – જી.બી. 9171 ને અટકાવી ટ્રકની તલાશી લેતા ટોરસ ટ્રકમાં સિમેન્ટની થેલીઓની આડમાંથી ઇંગ્લિશ દારૂની નાની મોટી સાઇઝની 1680 બોટલ, કિં. રૂ. 2,49,600 મળી આવી હતી.

Read About Weather here

પોલીસે ઇંગ્લિશ દારૂનો જથ્થો, બે મોબાઈલ, રોકડા રૂપિયા 3700, ટોરસ ટ્રક તેમજ સિમેન્ટની થેલી નંગ 840 મળી કુલ રૂ.25,78,600 ના મુદ્દામાલ સાથે રાજુ મનાલાલ મીણા, રાધેશ્યામ સંકટલાલ રેગડી અને દિલીપ રોશનલાલ કુમાવતની ધરપકડ કરી તેમની પૂછપરછ કરતા દારૂના જથ્થો આ જથ્થો ઉદેપુરના વિરેન્દ્રસિંઘ મહોબતસિંઘ સકતાવર એ ભરાવી થોરડી ગામમાં રહેતા અર્જુનસિંહ ભીમદેવસિંહ ગોહિલ ને પહોંચાડવાનો હોવાનું જણાવતા ઘોઘા પોલીસે પાંચ શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here