ભારતના વધુ એક મોસ્ટ વોન્ટેડ લશ્કર-એ-તેયબાનો કમાંડર પાક.માં ઠાર મરાયો

ભારતના વધુ એક મોસ્ટ વોન્ટેડ લશ્કર-એ-તેયબાનો કમાંડર પાક.માં ઠાર મરાયો
ભારતના વધુ એક મોસ્ટ વોન્ટેડ લશ્કર-એ-તેયબાનો કમાંડર પાક.માં ઠાર મરાયો
પાકિસ્તાનનું જ દૂધ પીને ઉછરેલા આતંકી અજગરો હવે ખુદ તેના આકા પાકિસ્તાનનો જ શિકાર બની રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકીઓનો પાકિસ્તાનમાં જ ખાત્મો બોલી રહ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

છેલ્લા એક સપ્તાહમાં પાકિસ્તાનમાં ભારતના દુશ્મન નંબર વન વધુ એક આતંકીની હત્યા થઈ છે. આ અંગેની વિગત મુજબ અજ્ઞાત બંદૂકધારીઓએ પાકિસ્તાનના ખૈબર પખ્તુનપવમાં લશ્મર એ તૈયબાના કમાન્ડર અકરમ ગાજીને ગોળીઓથી ઠાર માર્યો હતો. આતંકી ગાજી 2018-20 દરમિયાન લશ્મરના ટોપ રિફ્રટર્સમાનો એક હતો. ગત વર્ષે કાશ્મીરની ખીણમાં ઘુસણખોરી કરનારા આતંકીઓનું બ્રેઈન વોશ કરવામાં તેની મુખ્ય ભૂમિકા હતી. છેલ્લા એક વીકમાં આ બીજી ઘટના છે.જયારે ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકીને આવી રીતે મારવામાં આવ્યો હોય ઉલ્લેખનીય છે કે રવિવારે 2018માં જમ્મુ-કાશ્મીરના સુજવામા આતંકી હુમલાનો માસ્ટર માઈન્ડ ખ્વાજા શાહિદનું અપહરણ કરાયું હતું. બાદમાં તેનું માથુ કપાયેલી લાશ પાક. કબજા વાળા કાશ્મીરની નિયંત્રણ રેખા પાસે મળી આવી હતી. ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકીઓના પાકિસ્તાનમાં જ થતા ખાત્મા મામલે પાકિસ્તાની એજન્સીઓ હરકતમાં આવી ગઈ છે. અને બે એંગલથી તેની તપાસ થઈ રહી છે.

સ્થાનિક સ્તરે આપસી હરીફોની ભૂમિકા અને લશ્કરમાં આંતરિક ટકરાવ પર તપાસ થઈ રહી છે. ગાજીની હત્યા લશ્કર અને પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ માટે મોટો ઝટકો છે. જો કે એક સૂત્રે જણાવ્યું હતું કે આઈએસઆઈ આ હત્યાને ડાઉનાલે કરી રહી છે. લશ્મર એ તૈયબાના ટોપ કમાન્ડર ગાજીને બાજૌર જિલ્લામાં બાઈકસવાર હુમલાખોરોએ ગોળી મારી હતી.ગાજી લશ્મરની સેન્ટ્રલ રિક્રૂમેન્ટ સેલનો મુખ્ય સભ્ય હતો અને ભારત વિરુધ્ધ ઝેર ઓકવા માટે જાણીતો હતો. આતંકવાદીઓના કાળ બન્યા અજ્ઞાત હુમલાખોરો: હાલના દિવસોમાં એટલે કે એક સપ્તાહમાં લશ્કરના કોઈ આતંકી અને ભારતના દુશ્મન નંબર વન એવા આતંકીની બીજી હત્યા છે.

Read National News : Click Here

ગાઝીની હત્યા વોન્ટેડ આતંકવાદી અને કમાન્ડો ફોર્સ (કેસીએફ)ના પ્રમુખ પરમજીત પંજવારના મોતની યાદ અપાવે છે. પંજાવારની મે મહિનામાં અજ્ઞાત લોકોએ ગોળી મારીને હત્યા કરી હતી. આજ રીતે લશ્કર એ તૈયબાના આતંકી મૌલાના રહેમાનની કરાચીના ગુલિસ્તાન એ જૌહરમાં ગોળી મારીને હત્યા કરાઈ હતી. આ ઉપરાંત લશ્કરના જ આતંકી મુફતી કેઝર ફારુકની ગુલશન એ ઉમર મદરેસામાં ગોળી મારી હત્યા કરાઈ હતી. આ ઉપરાંત જૈશ એ મોહમ્મદના આતંકી શાહીદ લતીફ ઠાર કરાયો હતો. તે પઠાણકોટ એરબેઝમાં 2016માં હુમલાનો માસ્ટર માઈન્ડ હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here