બોર્ડ પરીક્ષાના ઉત્તરવહીમાં પ્રત્યેક ભૂલનો રૂ100નો દંડ:3800 શિક્ષકોને રૂ.24 લાખનો દંડ કરાયો

બોર્ડ પરીક્ષાના ઉત્તરવહીમાં પ્રત્યેક ભૂલનો રૂ100નો દંડ:3800 શિક્ષકોને રૂ.24 લાખનો દંડ કરાયો
બોર્ડ પરીક્ષાના ઉત્તરવહીમાં પ્રત્યેક ભૂલનો રૂ100નો દંડ:3800 શિક્ષકોને રૂ.24 લાખનો દંડ કરાયો
ગુજરાતમાં ગત માર્ચ મહિનામાં યોજાયેલી બોર્ડની પરીક્ષામાં પેપર ચકાસણીમાં ભૂલ કરનાર શિક્ષકોને દંડ ફટકારવામાં આવ્યો છે. ધો.10-12ની બોર્ડની પરીક્ષામાં પેપર ચકાસણીમાં ભૂલ કરનારા 3800 શિક્ષકોને રૂ. 24 લાખનો દંડ કરાયો છે.

Visit Saurashtra Kranti Homepage here

ગુજરાત શિક્ષણ બોર્ડ સત્તાવાળાઓએ આ શિક્ષકોને ઉત્તરવહીમાં કરેલી ભૂલ બદલ નોટિસ ફટકારી છે.ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાના પેપર ચકાસણીમાં ભૂલો કરનાર શિક્ષકો દંડાયા, ધોરણ 10-12ના પેપર તપાસનાર 3800 શિક્ષકોને રૂ. 24 લાખનો દંડ.ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાની ઉત્તરવહીની ચકાસણીમાં કેટલાક શિક્ષકોએ આંકડાકીય વિગતો લખવામાં ભૂલ કરી હતી, એટલે કે ધો. 10 અને 12 બોર્ડની પરીક્ષાની ઉત્તરવહીના માર્ક્સના સરવાળામાં ભૂલ કરી હતી. જે બાદ ફરીથી ઉત્તરવહીને ચેક ચેક કરી ભૂલો સુધારીને વિદ્યાર્થીઓને માર્ક્સ અપાયા હતા. 

માર્ચ 2023 બાદ કરાઈ હતી ઉત્તરવહીની ચકાસણી

માર્ચ 2023ની ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા પૂર્ણ થયા પછી  રાજ્યના વિવિધ જિલ્લાઓના વિદ્યાર્થીઓની ઉત્તરવહી ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં ધોરણ 10ની 60 લાખ ઉત્તરવહીઓની 20 હજાર જેટલા શિક્ષકોએ ચકાસણી કરી હતી. જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહની 30 લાખ ઉત્તરવહીની 15 હજાર જેટલા શિક્ષકોએ ચકાસણી કરી હતી. આ ઉપરાંત ધોરણ 12 સાયન્સની વાત કરીએ તો 5 હજાર જેટલા શિક્ષકોએ 5 લાખ ઉત્તરવહીની ચકાસણી કરી હતી. 

Read National News : Click Here

શિક્ષકોએ સરવાળામાં કરી હતી ભૂલ

ત્યારે શિક્ષણ બોર્ડ દ્વારા ઉત્તરવહી ચકાસણીમાં ભૂલ બદલ શિક્ષકોને પેનલ્ટી કે દંડ ફટાકારાયો છે. શિક્ષકોને પ્રત્યેક ભૂલ દીઠ 100 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.  પરીક્ષાની ઉત્તરવહીમાં ભૂલ કરનારા 3855 શિક્ષકોને 24 લાખથી વધુનો દંડ ફટકારાયો છે. જોકે, આ દંડ ગત વર્ષ કરતા ઓછો છે. ઉલ્લેખનીય છે કે માર્ચ 2022ની બોર્ડની પરીક્ષાની ઉત્તરવહી ચકાસણી કરનારા 3900 શિક્ષકોને 33 લાખનો દંડ કરાયો હતો. 


Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here