બોટાદના રાજપીપળામાં દબાણ હટાવવાને લઈને બે જૂથ વચ્ચે અથડામણ: 6 લોકો ઈજાગ્રસ્ત

બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના રાજપીપળા ગામમાં ઘર પાસે કરેલા ઉકરડા અને દબાણ હટાવવા મુદ્દે ગઈકાલે મોડી સાંજે બે જૂથ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જે થોડીવારમાં મારામારીમાં પરિણમી હતી. ઘર પાસે કરેલા ઉકરડા અને દબાણ હટાવવાને લઈને બંન્ને જૂથના લોકો તીક્ષ્ણ હથિયારો વડે સામસામે આવી ગયા હતા.

Visit Saurashtra Kranti Homepage here

 બન્ને જૂથના લોકોએ કુહાડી, લાકડીઓ અને લોખંડની પાઈપો સાથે સામસામે હુમલો કર્યો હતો. બંને જૂથે સામસામે હથિયાર વડે સામ સામે હુમલો કરતા ગામમાં તંગદીલીનો માહોલ સર્જાયો હતો.  વાઘોડિયાના ભગાપુરામાં પણ રવિવારે 2 જૂથ વચ્ચે નજીવી બાબતે અથડામણ થઈ હતી. વાઘોડિયાના ભગાપુરા ગામે રવિવારે મેલડી માતાજીના મંદિરે દર્શનાર્થે આવતા ભક્તોની પાર્ક કરેલી ગાડી સાથે ગામના શખ્સની ગાડી અથડાઈ હતી. જે બાદ ભક્તની કારને નુકસાન પહોંચતાં નુકસાનીની માંગણી કરાતાં વાત વણસી ગઈ હતી. ત્યારબાદ ભૂવાના જૂથ સહિત અન્ય ગામના જૂથ વચ્ચે ખુલ્લા હાથે મારામારી થઈ હતી. જે બાદ આ મામલો પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો હતો, જ્યાં બંને પક્ષોએ સામસામે ફરિયાદ નોંધાવી હતી. આ બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.

Read About Weather here

આ જૂથ અથડામણમાં કુલ 6 લોકોને ઈજાઓ પહોંચી હતી. જેમાંથી 4 ઈજાગ્રસ્તોને ભાવનગરની હોસ્પિટલમાં જ્યારે અન્ય 2 ઈજાગ્રસ્તોને બોટાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યારે રાજપીપળા ગામમાં પરિસ્થિતિ વધુ વણસે નહીં તે માટે પોલીસ દ્વારા લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. હાલ ગઢડા પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. ટાવવા મામલે થયેલી જૂથ અથડામણમાં કુલ 6 લોકો ઈજાગ્રસ્ત થયા છે. જેઓની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે, જ્યારે ઘટના સ્થળે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here