બોટાદના ગઢડાના પીપળ ગામે પુત્રએ દાંતરડાના ઘા ઝીંકી કરી પિતાની હત્યા

બોટાદના ગઢડાના પીપળ ગામે પુત્રએ દાંતરડાના ઘા ઝીંકી કરી પિતાની હત્યા
બોટાદના ગઢડાના પીપળ ગામે પુત્રએ દાંતરડાના ઘા ઝીંકી કરી પિતાની હત્યા
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે આ પરિવાર મધ્યપ્રદેશથી મજૂરી કામ માટે અહીં આવ્યો હતો. સાથે પુત્રએ ઘરકંકાસમાં પિતાની હત્યા કરી હોવાનો પણ ખુલાસો થયો હતો. પિતા-પુત્રના પ્રેમને શર્મસાર કરતો કિસ્સો સામે આવતા હત્યારા પુત્ર પ્રત્યે ફિટકાર વ્યાપી છે.

Visit Saurashtra Kranti Homepage here

હાલ મૃતકના ભત્રીજાએ પોતાના પિતરાઈ ભાઈ સામે નોંધાવી ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. બે દિવસ અગાઉ આવો બનાવ અમદાવાદમાં બન્યો હતો. જેમાં અમદાવાદના બાપુનગરમાં ભગતીનગર પાસેના મકાનમાં પુત્રએ વૃદ્ધ માતાની લોખંડના હથોડાના ઘા મારી હત્યા કરી નાખી હતી. સમગ્ર ઘટનાને લઈ બાપુનગર પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. જે બાદ પુત્રના આવું પગલુ ભરવા પાછળનું કારણ જાણવા માટે પોલીસે જીણવટ પૂર્વક તપાસ હાથ ધરી છે બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના પીપળ ગામે ગઈકાલે પિતા-પુત્ર વચ્ચે કોઈવાતને લઈને બોલાચાલી થઈ હતી, જે બાદ ઉશ્કેરાઈ જઈને પુત્રએ દાંતરડાથી પિતા પર હુમલો કર્યો હતો. જેમાં પિતાનું મોત નિપજ્યું હતું. આ અંગેની જાણ પોલીસને કરાતા ગઢડા પોલીસની ટીમ તાત્કાલિક પીપળ ગામ ખાતે દોડી આવી હતી. જે બાદ પોલીસે મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખાતે મોકલ્યો હતો. 

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here