બિરયાનીમાં એકસ્ટ્રા રાયતા મામલે બોલાચાલી થતા હોટેલના કર્મીએ ગ્રાહકની કરી હત્યા

બિરયાનીમાં એકસ્ટ્રા રાયતા મામલે બોલાચાલી થતા હોટેલના કર્મીએ ગ્રાહકની કરી હત્યા
બિરયાનીમાં એકસ્ટ્રા રાયતા મામલે બોલાચાલી થતા હોટેલના કર્મીએ ગ્રાહકની કરી હત્યા
તેલંગાણાના હૈદરાબાદમાં એક રેસ્‍ટોરન્‍ટમાં બિરયાની સાથે વધારાના રાયતા માંગવા પર ગ્રાહકને માર મારવામાં આવ્‍યો. વાસ્‍તવમાં, લિયાકત નામનો વ્‍યક્‍તિ તેના મિત્રો સાથે પંજાગુટ્ટા વિસ્‍તારમાં મેરીડિયન રેસ્‍ટોરન્‍ટમાં બિરયાની ખાવા ગયો હતો.

Visit Saurashtra Kranti Homepage here

આ દરમિયાન લિયાકતે રેસ્‍ટોરન્‍ટ સ્‍ટાફ પાસેથી વધારાના દહીં રાયતા માંગ્‍યા, જેના કારણે વિવાદ શરૂ થયો. આ પછી લિયાકત, તેના મિત્રો અને રેસ્‍ટોરન્‍ટના કર્મચારીઓ વચ્‍ચે લડાઈ શરૂ થઈ ગઈ. પોલીસને સ્‍થળ પર બોલાવવામાં આવી હતી.બંને પક્ષોને પંજાગુટ્ટા પોલીસ સ્‍ટેશન લઈ જવામાં આવ્‍યા હતા જ્‍યાં નિવેદન નોંધતી વખતે લિયાકતને છાતીમાં દુખાવાની ફરિયાદ થઈ હતી અને તે ત્‍યાં પડી ગયો હતો. તેને તાત્‍કાલિક નજીકની હોસ્‍પિટલમાં લઈ જવામાં આવ્‍યો જ્‍યાં ડોક્‍ટરોએ તેને મળત જાહેર કર્યો. પોલીસે પીડિતાના મળતદેહને પોસ્‍ટમોર્ટમ માટે મોકલી આપ્‍યો હતો.આ ઘટના અંગે પોલીસે જણાવ્‍યું કે માર્યા ગયેલા વ્‍યક્‍તિ લિયાકતની ઉંમર લગભગ ૩૦ વર્ષ હતી અને તે ચંદ્રયાનગુટ્ટાનો રહેવાસી હતો. પોલીસના જણાવ્‍યા અનુસાર, તે તેના ત્રણ મિત્રો સાથે મેરિડિયન રેસ્‍ટોરન્‍ટમાં બિરયાની ખાવા ગયો હતો જ્‍યાં રાયતાને લઈને વિવાદ થયો હતો અને પછી કર્મચારીઓએ તેની મારપીટ કરી હતી.

Read Saurashtra Kranti E-Paper here

એક અધિકારીએ જણાવ્‍યું કે વિવાદ વધ્‍યા પછી કોઈએ પોલીસને જાણ કરી. બંને પક્ષોને પોલીસ મથકે લાવી પૂછપરછ ચાલી રહી હતી. જોકે આ દરમિયાન લિયાકતને ગંભીર ઈજા થઈ ન હતી, પરંતુ તેને ઉલ્‍ટી થવા લાગી અને તે પોલીસ સ્‍ટેશનમાં જ ઢળી પડ્‍યો. બાદમાં તેને મળત જાહેર કરવામાં આવ્‍યો હતો. મળતક લિયાકતના પરિવારજનોનો આરોપ છે કે તેને હોસ્‍પિટલ લઈ જવામાં વિલંબ થયો હતો જેના કારણે તેને બચાવી શકાયો નહોતો. પોલીસે આ મામલે હત્‍યાનો કેસ નોંધ્‍યો છે અને કહ્યું છે કે પોસ્‍ટ મોર્ટમ રિપોર્ટથી જ સ્‍પષ્ટ થશે કે તેના મોતનું સાચું કારણ શું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here