પોલીસથી બચવા 18 મહિનાથી કારમાં સુતો રહ્યો ખતરનાક આરોપી: મનોજ વિરુદ્ધ વિવિધ સ્ટેશનોમાં કુલ 28 ગુના

પોલીસથી બચવા 18 મહિનાથી કારમાં સુતો રહ્યો ખતરનાક આરોપી: મનોજ વિરુદ્ધ વિવિધ સ્ટેશનોમાં કુલ 28 ગુના
પોલીસથી બચવા 18 મહિનાથી કારમાં સુતો રહ્યો ખતરનાક આરોપી: મનોજ વિરુદ્ધ વિવિધ સ્ટેશનોમાં કુલ 28 ગુના
મનોજ ખોફ અને આતંક એટલો બધો વધી ગયો કે, તેના વિરુદ્ધ ફરિયાદોની લાઈન લાગી ગઈ પોલીસના જણાવ્યા મુજબ મનોજ ઉર્ફે કેંચા વિરુદ્ધ અત્યાર સુધીમાં કુલ 28 કેસો નોંધાયેલા છે. તેના આ ગુનાઓ માત્ર એક જગ્યાએ નહીં, પરંતુ શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છે. પોલીસ આ ક્રિમિનલને છેલ્લા દોઢ વર્ષથી શોધી રહી હતી.

Visit Saurashtra Kranti Homepage here

ચા માંગે તો મફતમાં ચા મળી જાય.બુમ પાડે તો સિગરેટ મળી જાય..આવી જ દાદાગીરી હતી યલાહાંકા ન્યૂ ટાઉનનો રહેવાસી રાઉડી મનોજ ઉર્ફે કેંચાની. હવે આ આરોપીની બેંગલુરુ પોલીસના સકંજામાં આવી ગયો છે. યલાહાંકા ન્યૂ ટાઉન પોલીસે આ આરોપી અંગે રસપ્રદ ખુલાસો કર્યો છે. પોલીસના જણાવ્યા મુજબ મનોજે દોઢ વર્ષ સુધી કારને જ પોતાનું ઘર બનાવી દીધું હતું.. મનોજ વિરુદ્ધ ખંડણી, લૂંટ અને અપહરણ સહિતના ઘણા કેસો નોંધાયોલા હતા. મનોજ એવો ખતરનાક ક્રિમીનલ હતો કે તેનાથી સૌકોઈ થથરતા હતા. તે અપહરણ અને ખંડણીથી નાણાં પડાવતો હતો. મનોજે ગત મહિને હરિ પ્રસાદ નામના વ્યક્તિનું અપહરણ કર્યું હતું.. વાસ્તવમાં હરિ પ્રસાદ એક હોટલની નજીક જમવા બેઠો હતો..આ દરમિયાન તેનું અપહરણ કરવામાં આવ્યું.. મનોજે તેની પાસે બળજબરીથી વસુલી કરી અને નાણાં-દાગીના છિનવી લીધા બાદ ફરાર થઈ ગયો..

Read About Weather here

ત્યારબાદ મનોજ દિવસ દરમિયાન આમ-તેમ ભટકતો રહેતો અને રાત્રે કારમાં જઈને સુઈ જતો.. તેણે દોઢ વર્ષ સુધી રાત કારમાં પસાર કરી..મનોજ જાણતો હતો કે, જો તે તેના લૉજમાં રાત વિતાવશે તો પોલીસ તેને સરળતાથી પકડી શકે છે, તેથી તે કારમાં જ રાત વિતાવતો હતો..આખરે પોલીસે તેના કાવતરાની જાણ થઈ અને તેને દબોચી લીધો..હાલ વરિષ્ઠ અધિકારીઓ મામલાઓની તપાસ કરી રહી છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસે તેના પર ગુંડા એક્ટ લગાવાની તૈયારીઓ કરી લીધી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here