પૂર્વ IPS અને MLA પીસી બરંડાના ઘરે પત્નીને બંધક બનાવી કરાઈ લૂંટ:ઇસમો ફરાર

પૂર્વ IPS અને MLA પીસી બરંડાના ઘરે પત્નીને બંધક બનાવી કરાઈ લૂંટ:ઇસમો ફરાર
પૂર્વ IPS અને MLA પીસી બરંડાના ઘરે પત્નીને બંધક બનાવી કરાઈ લૂંટ:ઇસમો ફરાર
ગુજરાતમાં ચોરી-લૂંટની વધતી જતી ઘટનાઓ વચ્ચે એક ચોંકાવનારી લૂંટની ઘટના સામે આવી છે. રાજ્યના પૂર્વ SP અને ભિલોડાના ધારાસભ્યના ઘરે તેમની પત્નીને બંધક બનાવી ઇસમોએ લૂંટ ચલાવી હોવાની ઘટનાને લઈ રાજ્યભરમાં ખળભળાટ મચી ગયો છે.

Visit Saurashtra Kranti Homepage here

અજાણ્યા ઇસમોએ ધારાસભ્યના ગામડે આવેલ ઘરમાં ઘૂસી તેમની પત્નીને ઘરમાં જ બંધક બનાવી અને લૂંટ કરી હતી.આ તરફ હવે ઘટનાની જાણ થતાં MLA અને SP સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો છે. અરવલ્લી જિલ્લામાં લૂંટની ચકચાર મચાવી દે તેવી ઘટના સામે આવી છે.વાત જાણે એમ છે કે, પૂર્વ SP ભિલોડાના ધારાસભ્ય પી.સી.બરંડાના ઘરે લૂંટની ઘટનાને હડકંપ મચાવી દીધો છે. પ્રાથમિક વિગતો મુજબ પૂર્વ SP અને ભિલોડાના MLA પી.સી.બરંડાના વાકટીંબા ગામના મકાનમાં લૂંટ થઈ હોવાનું સામે આવ્યું છે. ભિલોડાના ધારાસભ્ય પી.સી.બરંડાના પત્નીને ઘરમાં જ બંધક બનાવી અજાણ્યા ઇસમો દ્વારા લૂંટ કરવામાં આવતા પંથકમાં ચકચાર મચી ગઈ છે.

Read Saurashtra Kranti E-Paper here

આ તરફ લૂંટારા સોના-ચાંદી અને રોકડની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. ઘટનાને લઈ MLA પી.સી.બરંડા ગાંધીનગરથી વતન પહોંચ્યા હતા.ભિલોડાના ધારાસભ્ય પી.સી.બરંડાના ઘરે લૂંટની ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. આતરફ અરવલ્લીના SP સહિતનો પોલીસ કાફલો તપાસમાં જોતરાયો છે. જોકે હવે આ લૂંટની ઘટનામાં ડોગ સ્ક્વોડ અને એફએસએલની મદદ લેવાશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here