પાટણમાં સર્જાયો અકસ્માત : આઈસર ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ,ત્રણ યુવકોના મોત 

પાટણમાં સર્જાયો અકસ્માત : આઈસર ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ,ત્રણ યુવકોના મોત 
પાટણમાં સર્જાયો અકસ્માત : આઈસર ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ,ત્રણ યુવકોના મોત 
ગુજરાતમાં અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. બેફામ ગતિએ ચાલતાં વાહનો દ્વારા વધુ પ્રમાણમાં અકસ્માતો થઈ રહ્યાં છે. ત્યારે આજે ખેડા જિલ્લાના નડિયાદમાંથી અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. નડિયાદમાં નશામાં ધૂત નબીરાએ અકસ્માત સર્જ્યો હોવાનું સામે આવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

જોકે, આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. હાલ પોલીસે કાર ચાલકને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આજે જ પાટણ જિલ્લામાં પણ અકસ્માત સર્જાયો હતો. જેમાં કારચાલકે સ્ટિંયરિંગ પર કાબૂ ગુમાવતા કાર આઈસર ટ્રકની પાછળ ઘુસી ગઈ હતી. જેમાં કારમાં સવાર ત્રણ યુવકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતા. મળતી માહિતી અનુસાર, પાટણ જિલ્લાના સમી તાલુકાના શંખેશ્વર માર્ગ પર સમી પોલીસ સ્ટેશન નજીક કેનાલ માર્ગ પાસે ફૂલ સ્પીડમાં આવતી વેગનઆર કારના ચાલકે સ્ટિંયરિંગ પર કાબૂ ગુમાવતા કાર આગળ જઈ રહેલી આઈસર ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે કારમાં સવાર ત્રણ યુવકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યાં હતા. આ અકસ્માતને પગલે રાહદારીઓના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા. 

રાહદારી દ્વારા આ અકસ્માતની જાણ પોલીસને કરવામાં આવતા સમી પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. જે બાદ પોલીસ દ્વારા કારમાંથી મૃતકોના મૃતદેહ બહાર કાઢી તેને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. નડિયાદના કૉલેજ રોડ પર આવેલી આયુર્વેદિક હોસ્પિટલ સામે સ્વિફ્ટ કારના ચાલકે બેફામ કાર હંકારીને ત્રણ પૈડાવાળી લારી સહિત 3 વાહનોને અડફેટે લીધા હતા. જે બાદ બેકાબૂ બનેલી કાર ધડાકાભેર ડિવાઈડર અને વીજપોલ સાથે અથડાઈ હતી.ભારે ચહેલપહેલવાળા વિસ્તારમાં અકસ્માત સર્જાતા મોટી સંખ્યામાં સ્થાનિકો એકઠા થઈ ગયા હતા. આ અકસ્માતમાં લારીચાલક ઈજાગ્રસ્ત થતાં તેને સારવાર અર્થે નડિયાદની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. તો અકસ્માતની જાણ થતાં નડિયાદ ટાઉન પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. 

Read About Weather here

કારમાંથી મળી આવી દારૂની બોટલ
જે બાદ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા કારચાલક દારૂ પીધેલી હાલતમાં હોવાનું સામે આવ્યું હતું. આ ઉપરાંત કારમાંથી દારૂની બોટલ પણ મળી આવી હતી. જે બાદ પોલીસે કારચાલક પરપ્રાંતિય રવિ સિંઘની અટકાયત કરી હતી. હાલ નડિયાદ ટાઉન પોલીસે કારચાલક સામે ડ્રિન્ક એન્ડ ડ્રાઇવનો કેસ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here