પત્નીને ગુટકાના વ્યસનની લટ લાગી : ગુટકા ખરીદવા માટે ઘરમાં જ ચોરીઓ કરવાનું શરૂ કરી 

પત્નીને ગુટકાના વ્યસનની લટ લાગી : ગુટકા ખરીદવા માટે ઘરમાં જ ચોરીઓ કરવાનું શરૂ કરી 
પત્નીને ગુટકાના વ્યસનની લટ લાગી : ગુટકા ખરીદવા માટે ઘરમાં જ ચોરીઓ કરવાનું શરૂ કરી 
દહેગામમાંથી એક અજીબ કિસ્સો સામે આવ્યો છે, જેમાં પતિ નહીં પરંતુ પત્નીને ગુટકાના વ્યસનની લટ લાગી ગઈ હતી. જે અથાક પ્રયત્નો છતાં પણ છૂટી ન હતી. પત્નીને ગુટકાની એવી તે લટ લાગી કે તેણે ગુટકા ખરીદવા માટે ઘરમાં જ ચોરીઓ કરવાનું શરૂ કરી દીધું હતું. જોકે, ભાંડો ફૂટી ગયો હતો, પરંતુ તેમ છતાં પરિણીતાએ સુધરવાની જગ્યાએ પતિને જ ખોટા કેસમાં ફસાવી દીધો હતો.

Visit Saurashtra Kranti Homepage here

પત્નીનાં ગુટખાના વ્યસનને છોડાવવા માટે પતિએ અથાગ પ્રયત્નો કર્યા હતા. પરંતુ પત્ની કોઇ કાળે ગુટખાનું વ્યસન છોડવા માટે તૈયાર ન હતી આખરે કંટાળીને પતિએ તેણીને પૈસા આપવાનું બંધ કરી દીધું હતું. બીજી તરફ ગુટકા ખાવા માટે પરિણીતાએ ઘરમાં પૈસાની ચોરી કરવાનું શરૂ કરી દીધું હતું. ઘરમાંથી છાશવારે પૈસાની ચોરી થતાં પતિ પણ મુંઝવણમાં મુકાઈ ગયો હતો. આથી તેણે પોતાની પત્ની ઉપર નજર રાખવાનું શરૂ કરી દીધું હતું. ત્યારે માલુમ પડયું હતું કે ઘરમાંથી વાડ જ ચીભડાં ગળી રહી છે.પત્નીએ ઘરમાંથી રૂ. 1100 ચોરી લીધાનો ભાંડો પતિ સમક્ષ ફૂટી જતાં બંને વચ્ચે ચકમક ઝરી હતી. જેનાં કારણે પોતાની કરતૂતથી લાજવાનાં બદલે તેણીએ પતિને જ ખોટા કેસમાં ફસાવી દેવાનો કારસો ઘડી કાઢ્યો હતો અને 181 અભયમ મહિલા હેલ્પ લાઈનમાં ફોન કરીને ફરિયાદ કરેલી કે, પતિ મારઝૂડ કરીને રાત્રિના સમયે ઘરેથી નીકળી જવાની ધાક ધમકીઓ આપી રહ્યો છે.જેનાં પગલે 181 અભયમ મહિલા હેલ્પ લાઈનની ટીમ પરિણીતાનાં કોલની ગંભીરતા રાખી તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. જ્યાં પરિણીતાએ પતિ મારઝૂડ કરીને ઘરમાંથી નીકળી જવાનું કહેતો હોવાની કેફિયત વર્ણવી હતી. ત્યારે અભયમની ટીમે પતિની પૂછતાંછ કરતાં માલુમ પડયું હતું કે, તેની પત્ની ગુટખાના વ્યસનનાં કારણે ઘરમાં જ ચોરી કરતી હતી. પૂછ્યા વિના જ ઘરમાંથી 1100 રૂપિયા ચોરી લીધા હોવા છતાં કબૂલાત કરતી ન હતી. જેને અવાર નવાર વ્યસન છોડી દેવા સમજાવી હોવા છતાં કોઇ કાળે વ્યસન છોડતી નથી.

Read About Weather here

આ સાંભળી 181 અભયમ મહિલા હેલ્પ લાઈનની ટીમ પણ ચોંકી ઉઠી હતી. બાદમાં પરિણીતાને ગુટખાના વ્યસનથી થતાં નુકસાની વિશે વિગતવાર કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. ત્યારે જઈને પરિણીતાએ ગુટખાનું વ્યસન છોડી દેવાની તૈયારી દર્શાવી હતી અને અભયમ ટીમે દંપતી વચ્ચે સુખદ સમાધાન કરાવ્યું હતું.દારૂ, ગુટકા સિગારેટ સહિતના વ્યસનના કારણે અનેક પરિવારો બરબાદ થતા હોય છે, ખાસ કરીને દારૂના કારણે દંપતિ વચ્ચે ઝગડાઓ થતા હોવાના એક બાદ એક કિસ્સાઓ આપણે અવાર-નવાર જોતા હોઈએ છીએ. મોટાભાગના કિસ્સાઓમાં દારૂ પી ને પતિ મારઝુટ કરતો હોય છે. નાની નાની બાબતોમાં દંપતિ વચ્ચે ઝગડાઓ થતા રહે છે, ચા બનાવવાની બાબતે પત્નીને લાકડીથી મારવાની ઘટના હોય કે પછી પાણી આપવાના બદલે પતિને એસિડ પાય દેવાની ઘટના હોય. આજકાલ આ પ્રકારની ઘટનાઓ સતત સામે આવી રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here