પડધરીના ખામટા ગામની સીમમાં અજાણી મહિલાની હત્યા કરી લાશ સળગાવી દેવાતા ખળભળાટ મચી ગયો છે. પોલીસે અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુન્હો દાખલ કરી મૃતક મહિલાની ઓળખ મેળવવા તપાસ હાથ ધરી છે.
Visit Saurashtra Kranti Homepage here
પ્રાપ્ત વિગતો મુજબ પડધરીના ખામટા ગામની સીમમાં ધારમાં નાનાલાલ વિરમગામાની કબ્જા ભોગવટાની ખુલ્લી જગ્યામાં અજાણી મહિલા ની સળગેલી હાલતમાં લાશ મળી આવતા સ્થાનીક લોકોએ પડધરી પોલીસને જાણ કરતા પીએસઆઇ ગજુભા ઝાલા સહીતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતકની લાશને ફોરેન્સીક પીએમ માટે રાજકોટ ખસેડી હતી.અને દરમિયાન બનાવની જાણ થતા રૂરલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ વિજય ઓડેદરા તથા રૂરલ એસઓજીનો કાફલો પણ ખામટા ગામે દોડી જઇ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ઘટના સ્થળે મૃતક મહિલાનો મૃતદેહ સંપુર્ણ સળગી ગયેલ હાલતમાં મળતા તેની કોઇ ઓળખ મળે તેવા કોઇ પુરાવા મળ્યા ન હતા.
Visit Saurashtra Kranti Homepage here
પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ હત્યાનો ભોગ બનનાર અજાણી મહિલાની અન્ય જગ્યાએ મોતને ઘાટ ઉતારી ખામટા ગામની સીમમાં લાશ નાખી દઇ સળગાવી દીધાની પણ શંકા છે. પોલીસે મૃતક મહિલાની ઓળખ મેળવવા આજુબાજુના જીલ્લા પોલીસને જાણ કરી છે. મૃતક મહિલાની ઓળખ મળ્યે હત્યારા અને હત્યાનો હેતુ બહાર આવશે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here