દૈનિક ૫થી ૭ લાખ લિટર બાયો ડિઝલનું કટિંગઃરાજકોટમાં 30 કિલો ત્રિજ્યામાં બાયોડિઝલના 42 ગેરકાયદે પંપ

દૈનિક ૫થી ૭ લાખ લિટર બાયો ડિઝલનું કટિંગઃરાજકોટમાં 30 કિલો ત્રિજ્યામાં બાયોડિઝલના 42 ગેરકાયદે પંપ
દૈનિક ૫થી ૭ લાખ લિટર બાયો ડિઝલનું કટિંગઃરાજકોટમાં 30 કિલો ત્રિજ્યામાં બાયોડિઝલના 42 ગેરકાયદે પંપ
સમગ્ર સૌરાષ્ટ્રમાં બાયોડિઝલનું એપી સેન્ટર બની ગયેલ રાજકોટનાં ૩૦ કિલો મીટરની ત્રિજ્યામાં ૪૨ લિસ્ટેડ બાયોડિઝલના ગેરકાયદે પંપો ધમધમી રહ્યા છે. આ પંપોમાં દારૃની જેમ દૈનિક ૫થી ૭ લાખ લિટરનું કટીંગ થતું હોવાની ચોંકાવનારી વિગત પ્રકાશમાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

નરી આંખે જોઇ શકાય તેવાં બાયોડિઝલના નેટવર્કને ભેદવાને બદલે જિલ્લા પુરવઠા તંત્રને તે દેખાતું પણ નથી એ મુદ્દે આશ્ચર્ય સાથે અનેક સવાલો ઉઠવા પામ્યા છે.રાજ્ય સરકાર દ્વારા બાયોડિઝલના વેચાણ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. મોંઘાદાટ ડિઝલની સામે બાયોડિઝલની એક લિટરની કિંમત ૭૦થી ૭૫ રૃપિયા છે તેના કારણે રાજકોટમાં બાયો ડિઝલના વેચાણનું નેટવર્ક વિસ્તર્યું છે. પોલીસ અને પુરવઠા તંત્રની મીલી ભગતથી વ્યવસ્થીત કારસ્તાન ચાલી રહ્યું છે પરંતુ  સ્ટેટ મોનીટરીંગ સેલ અને ગાંધીનગરની પુરવઠા વિભાગની ટીમ આવા કારસ્તાનને ઉજાગર કરે છે જ્યારે સ્થાનિક તંત્રને આવા પંપ દેખાતા નથી.

સુત્રો પાસેથી મળતી વિગત મુજબ વર્ષ ૨૦૨૨માં બાયોડિઝલના ધંધાર્થી ઉપર ત્રાટકવા માટે રાજકોટ જિલ્લાના તમામ તાલુકામાંથી બાયોડિઝલ પંપોની વિગતો મંગાવવામાં આવી હતી. તેના પરથી કેટલાક ધંધાર્થીઓ ઉપર દરોડા પાડવામાં આવતા  બાયોડિઝલનું વોચાણ બંધ થઈ ગયું હતું. પરંતુ તત્કાલીન પૂરવઠા અધિકારીની બદલી થઇ જતાં પુનઃ વેપલો શરૃ થયો છે.

Read Saurashtra Kranti E-Paper here

રાજકોટના વર્તમાન જિલ્લા પૂરવઠા અધિકારીએ ગત તા.૧૬-૨-૨૨ના રોજ ચાર્જ સંભાળ્યો ત્યારથી અત્યાર સુધી બાયોડિઝલના એક પણ ધંધાર્થી ઉપર દરોડો પાડયો નથી. બાયોડિઝલનું વેચાણ અટકાવવાની પૂરવઠા તંત્રની પણ જવાબદારી છે તે કામગીરી અત્યારે પોલીસ તંત્ર કરી રહ્યું છે. તાજેતરમાં કુવાડવા, ગોંડલમાં પોલીસે દરોડા પાડી કરોડો રૃપિયાનો મુદ્દામાલ ઝડપી પાડયો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here