સુપ્રીમ કોર્ટે ગુરુવારે કેસની સુનાવણી મુલતવી રાખવાની માંગ સાથે કોઈ પણ તૈયારી વિના જુનિયરને મોકલી દેવા બદલ એક લોયરને દંડ સ્વરૂપે રૂ. 2000 ચૂકવવા આદેશ આપ્યો હતો.
Visit Saurashtra Kranti Homepage here
મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની ત્રણ ન્યાયાધીશોની બેન્ચે આ મામલો હાથ ધર્યો હતો જે સુનાવણી માટે સૂચિબદ્ધ હતો, એક જુનિયર વકીલ તેમની સમક્ષ હાજર થયો હતો અને મુખ્ય વકીલ ઉપલબ્ધ ન હોવાથી આ કેસની સુનાવણી મુલતવી રાખવા વિનંતી કરી હતી.ન્યાયાધીશ પીએસ નરસિમ્હા અને ન્યાયમૂર્તિ મનોજ મિશ્રાની બનેલી બેન્ચે કહ્યું, તમે અમને આ રીતે ગ્રાન્ટેડ ન લઈ શકો. કોર્ટના કામકાજમાં માળખાકીય ખર્ચ સામેલ છે એટલે તમે દલીલ કરવાનું શરૂ કરો.જુનિયર વકીલે ખંડપીઠને કહ્યું કે તે આ કેસ વિશે અજાણ છે અને તેની પાસે આ બાબતે દલીલ કરવાની કોઈ સૂચના નથી. અપવાદ લેતા બેન્ચે કહ્યું, અમે કેસ ચલાવવાની સૂચનાઓ હેઠળ છીએ.
Read Saurashtra Kranti E-Paper here
કોઈ પણ કાગળો વિના જુનિયરને મોકલી અદાલતનો સમય બગાડવા બદલ સુપ્રીમ કોર્ટ આગબબુલા
કૃપા કરીને એડવોકેટને અમારી સમક્ષ હાજર થવા માટે કહો.બાદમાં એડવોકેટ ઓન રેકોર્ડ વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા હાજર થયાં અને સુપ્રીમ કોર્ટમાં માફી માંગી. ખંડપીઠે તેમને પૂછ્યું કે તેણે કોઈ પણ કાગળ અને કેસની જાણકારી વગર એક જુનિયરને કોર્ટમાં કેમ મોકલ્યો?ત્યારપછી બેન્ચે પોતાના આદેશમાં નોંધ્યું હતું કે, ’એક જુનિયરને કોઈપણ કાગળો વગર તૈયારી વિના મોકલવામાં આવ્યો હતો. જ્યારે અમે સુનાવણી ટાળવાનો ઇન્કાર કર્યો ત્યારે એડવોકેટ ઓન રેકોર્ડ હાજર થયા. આ રીતે બાબતો હાથ ધરી શકાતી નથી. આનાથી કોર્ટ અને જુનિયર બંનેને નુકસાન થઈ રહ્યું છે જેને કોઈપણ કાગળો વગર હાજર કરવામાં આવે છે. જે બદલ એડવોકેટ ઓન રેકોર્ડ સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનને રૂ. 2,000નો દંડ જમા કરાવશે અને તેની રસીદ રજૂ કરશે તેવો આદેશ આપવામાં આવ્યો છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here