જેતપુર : મહિલા કોન્સટેબલ આપઘાત પ્રકરણમાં પોલીસમેનની ધરપકડ

જેતપુર : મહિલા કોન્સટેબલ આપઘાત પ્રકરણમાં પોલીસમેનની ધરપકડ
જેતપુર : મહિલા કોન્સટેબલ આપઘાત પ્રકરણમાં પોલીસમેનની ધરપકડ
પરણિત પોલીસમેને પ્રેમજાળમાં ફસાવી સહકર્મચારી સાથે સબંધ ન રાખવા ત્રાસ આપતો હોવાનો ઘટસ્ફોટ વધુ નામ ખૂલવાની શક્યતાજેતપુરમાં ચકચારી મહિલા કોન્સ્ટેબલના આપઘાત પ્રકરણમાં પોલીસે સાત દિવસ બાદ પરણિત પોલીસમેન અભયરાજસિંહ જાડેજા સામે મરવા મજબુર કરવા સહિતનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે.

Visit Saurashtra Kranti Homepage here

મહિલા કોન્સ્ટેબલને મોબાઇલમાં મેસેજ કરી હેરાન કરતો હોય તેમજ પોતે પરણિત હોવા છતાં મહિલાને પ્રેમ જાળમાં ફસાવી માનસિક ત્રાસ આપતો હોવાથી મહિલાએ કંટાળી જઈ આપઘાત કરી લીધો હતો.હાલ આ મામલે વધુ નામો ખૂલવાની પણ પોલીસે શંકા વ્યક્ત કરી છે.પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ જેતપુરમાં મહિલા કોન્સ્ટેબલ દયાબેન સરિયાએ પોલીસ લાઈન ક્વાટરમાં સાત દિવસ પહેલા ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો જેમાં તેના પિતાએ ત્રણ પોલીસ કોન્સ્ટેબલના ત્રાસના કારણે તેની પુત્રીએ આ પગલું ભરી લીધાના આક્ષેપ સાથે લેખીતમાં ફરિયાદ આપી હતી તેમજ સક્રિય કોળી સેના દ્વરા પ્રેસ કોન્ફરન્સ કરી પોલીસ સામે આક્ષેપો કર્યા હતા જેમાં તેણે જણાવ્યું હતું.

Read Saurashtra Kranti E-Paper here

અન્ય કર્મચારીઓ સાથે વાતચીત કર્યાની શંકાએ પોલીસમેન હેરાન કરતો હોય તેમજ ફ્લેનમાં ચેટ દ્વારા મેસેજ કરતો હોય અને મહિલા કોન્સ્ટેબલએ આપઘાત કર્યા બાદ તેના મોબાઈલમાં જેમાં ચેટનો વિડીયો રેકોર્ડીંગ હોય જેથી આ અંગે એસપી જયપાલસિહ રાઠોડએ તપાસના આદેશ કરતા પીઆઈ હેરમા સહિતે તપાસ કરી જેતપુર પોલીસમથકમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ અભયરાજસિંહ જાડેજા સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી તેની સાથે આ બનાવમાં અન્ય કોઈ સંડોવાયેલ છે કે કેમ તે અંગે પૂછપરછ હાથ ધરી છે.નોંધનીય છે કે મહિલા કોન્સ્ટેબલ આત્મહત્યા કેસમાં પોલીસે કોઈ નક્કર કાર્યવાહી ન કરતા સોમવારના કોળી સમાજ તરફથી મૌન રેલી યોજી 24 કલાકનું અલ્ટીમેટમ આપ્યું હતું.. જો જવાબદાર સામે ફરિયાદ ન નોંધાય તો ભૂખ હડતાળની ચીમકી ઉચ્ચારી હતી.બાદ પોલીસ દ્વારા કાર્યવાહી કરાઇ હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here