
જેતપુરમાં જેએફએમ હોટલમાં પાર્ક કરેલ ઉદ્યોગપતિની ફોર્ચ્યુંનર કારનો કાચ તોડી રૂ.1.50 લાખની તસ્કરી થઈ હતી. ગત રાત્રે આ ઘટના બની છે. પુત્રનો જન્મદિવસ હોવાથી ઉદ્યોગપતિ પરિવાર અને મિત્રો સાથે હોટલે બર્થડે પાર્ટી ઉજવવા ગયા હતા. બનાવના પગલે રાત્રે જ પીઆઈ એ.એમ. હેરમા સહિતનો સ્ટાફ દોડી ગયો હતો.
Visit Saurashtra Kranti Homepage here
તપાસમાં હોટલના સીસીટીવી બંધ હોવાનું ખુલ્યું હતું. જેથી તસ્કરને શોધવા પોલીસે કમર કસી છે. મળતી વિગત મુજબ જેતપુરમાં સગુણા ડાંઇગ નામે સાડી પ્રિન્ટિંગનું કારખાનું ધરાવતા ઉદ્યોગપતિ સંદીપભાઈ આંબલીયાના પુત્રનો જન્મદિવસ હોવાથી તેઓ જન્મદિવસ ઉજવવા પરિવાર સાથે આ હોટલમાં આવ્યા હતા. અત્રે કેક કટિંગ અને ડિનર સહિતનો કાર્યક્રમ રાખેલ હતો. હોટલે આવ્યા ત્યારે સંદીપભાઈએ પોતાની ફોચ્ર્યુન કાર હોટલના પાર્કિંગમાં પાર્ક કરી હતી. કારમાં ફેકટરીના હિસાબના રૂ.1.50 લાખ રાખેલા હતા.
તેઓ બર્થ ડે પાર્ટી પૂર્ણ કરી પરત પોતાની કાર પાસે આવતા કારનો ડ્રાઇવિંગ સાઈડનો કાચ તૂટેલો હતો. અને કારમાં રાખેલ 1.50 લાખની રોકડ પણ ગુમ હતી. જેથી તુરંત જેતપુર સિટી પોલીસને જાણ કરતા પીઆઈ, પીએસઆઈ સહિતનો કાફલો દોડી આવ્યો હતો.
Read About Weather here
રેસ્ટોરન્ટના સીસીટીવી ચેક કરતા તે બંધ હાલતમાં મળ્યા હતા. જેથી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.ઉદ્યોગપતિ સંદીપભાઈએ હોટલમાં સીસીટીવી બંધ હોવાથી પોલીસને આ અંગે કાર્યવાહી કરવા કહેલું અને પોતાની રોકડ ચોરી થયાની ફરિયાદ નોંધવા ઈચ્છા દર્શાવી હતી પરંતુ પોલીસ સાથે આ બાબતે દલીલો થવા લાગતા ધારાસભ્ય જયેશભાઈ રાદડીયાએ સંદીપભાઈએ ફોન કરી જાણ કરી હતી.ધારાસભ્યની સૂચનાથી ચોરીની ફરિયાદ નોંધવા તજવીજ થઈ હતી.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here