જૂનાગઢમાં રોપ વેના 3 કર્મચારી દ્વારા કવરેજ કરતા પત્રકાર પર હુમલો

જૂનાગઢમાં રોપ વેના 3 કર્મચારી દ્વારા કવરેજ કરતા પત્રકાર પર હુમલો
જૂનાગઢમાં રોપ વેના 3 કર્મચારી દ્વારા કવરેજ કરતા પત્રકાર પર હુમલો
25 ડિસેમ્બરના લઈ રોપવેનું કવરેજ કરવા ગયેલા ખાનગી ચેનલના પત્રકાર પર રોપવેના 3 કર્મચારીએ કર્યો હુમલો, પત્રકારને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો, પોલીસે તપાસ હાથ ધરી.

Visit Saurashtra Kranti Homepage here

આવતીકાલે નાતાલનો પર્વ હોવાથી લોકો રજાની મજા માણવા ભવનાથ સહિતના વિસ્તારોમાં ઉમટી પડ્યા છે ત્યારે ગિરનાર રોપ વે સાઈડ પર પણ મેરામણ ઉમટી પડતા જુનાગઢ ના ખાનગી ચેનલના રિપોર્ટર અમારા બખાઈ ત્યાં કવરેજ કરવા પહોંચ્યા તે સમયે રોપવેના સંચાલકો દ્વારા ગેરવર્તન કરી પત્રકારને માર મારવામાં આવ્યો છે.પત્રકાર અમર બખાઈ એ જણાવ્યું હતું કે આજે બાર વાગ્યાના સમયે ભવનાથ રોપ વે સાઈડ પર કવરેજ કરવા પહોંચ્યો ત્યારે રોપ વે સાઈડ થી બહારથી કવરેજ કરતો હતો અને ત્યાં અચાનક જ એ રોપ વેનો કર્મચારી આવી અને તું કોણ છો? શા માટે શૂટિંગ કરે છે ત્યારે આ પત્રકારે કહેલ કે એક ખાનગી ચેનલમાં ફરજ બજાવું છું.

Read National News : Click Here

રોપ વે ભીડનુ કવરેજ કરવા આવ્યો છું. આજે ટ્રાફિક છે એટલા માટે જ્યારે ભરત નામના કર્મચારીએ અભદ્ર શબ્દો બોલી અને તેમના મેનેજર કુલવીર સિંહ બેડીએ ત્યાં આવી અને ત્યાં પત્રકાર અમર બખાઈ સાથે અભદ્ર ભાષામાં વ્યવહાર કરી ગળું દબાવી માર માર્યો હતો. બાદમાં પત્રકારના બંને મોબાઈલ ઝુંટવી વિડિયો ડિલીટ કરાવ્યા હતા.ત્યારે ઇજા પામનાર પત્રકાર અમર બખાઈને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને જ્યાં તેમને ડોક્ટર દ્વારા સારવાર આપવામાં આવી રહી છે. હાલ આવ બાબતને લઈ જુનાગઢ પોલીસ દ્વારા ફરીયાદ નોંધાવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here