જામનગર : ખેત મજૂરી કરતી મહિલાનું ગળું કાપીને હત્યા

ગાંધીધામમાં અપહરણ બાદ બાળકની ક્રૂર રીતે હત્યા
ગાંધીધામમાં અપહરણ બાદ બાળકની ક્રૂર રીતે હત્યા
ધ્રોલ પંથકમાં એક સપ્તાહના સમયગાળા દરમિયાન હત્યાની બીજી ઘટના સામે આવતાં સનસનાટી મચી ગઈ છે. દશેરા જેવા પવિત્ર તહેવારના દિવસે પરપ્રાંતિય શ્રમિક મહિલાની ગળુ કાપી નાખી હત્યા નીપજાવવાનો મામલો સામે આવતાં ભારે ચકચાર જાગી છે.

Visit Saurashtra Kranti Homepage here

મહિલાનો હત્યા કરાયેલો મૃતદેહ વાગુદડ રોડ પરથી મળી આવ્યો હતો. મહિલાના પતિએ જ કાસળ કાઢી નાખ્યું હોવાનું અનુમાન લગાવી ભાગી છુટેલા પતિને પોલીસ શોધી રહી છે. આ હત્યાના બનાવની વિગત એવી છે કે  ધ્રોલમાં રહેતી અને ખેત મજૂરી કામ કરતી હુગરીબેન સરદારભાઈ વાસકેલા નામની પર પ્રતિય ૨૭ વર્ષની શ્રમીક મહિલા કે જેનો મૃતદેહ આજે વહેલી સવારે ગળું કપાયેલી હાલતમાં અને લોહીથી લથબથ વાગુદડ રોડ પરથી મળી આવ્યો હતો.જે ઘટનાની જાણ થતાં ધ્રોલ પોલીસ સ્ટેશન નો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. અને મહિલાના મૃતદેહ નો કબજો સંભાળી ધ્રોળની સરકારી હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ કરાવાયું હતું.

Read National News : Click Here

ધારદાર હથિયાર નો ઘા મારી ગળું રહેંસી નાખી હત્યા નિપજાવાઈ હોવાનું સામે આવતાં પોલીસ દ્વારા હત્યા અંગેનો અપરાધ નોંધવા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છેપોલીસની તપાસ દરમિયાન હુંગરીબેન વસકેલાના પતિ સરદાર નામના શખ્સ દ્વારાજ હત્યા કરવામાં આવી હોવાની પ્રબળ શંકા દર્શાવાઈ રહી છે. હત્યારો પતિ સરદાર વસકેલા હાલ ભાગી છૂટયો હોવાથી ધ્રોલ પોલીસ દ્વારા તેની શોધખોળ ચલાવવામાં આવી રહી છે. જે પોલીસના હાથમાં આવે પછીજ સમગ્ર હત્યાની ઘટના પરથી ભેદ ઉકેલાય તેમ મનાઇ રહ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here