જામનગરમાં મોબાઇલ ફોનમાં લાઈવ ક્રિકેટ મેચ નિહાળીને જુગાર રમતો શખ્સ ઝડપાયો

જામનગરમાં મોબાઇલ ફોનમાં લાઈવ ક્રિકેટ મેચ નિહાળીને જુગાર રમતો શખ્સ ઝડપાયો
જામનગરમાં મોબાઇલ ફોનમાં લાઈવ ક્રિકેટ મેચ નિહાળીને જુગાર રમતો શખ્સ ઝડપાયો
જામનગરમાં લાખોટા તળાવની પાળે મોબાઈલ ફોનમાં લાઇવ ક્રિકેટ મેચ નિહાળી તેના ઉપર હારજીતનો જુગાર રમતા અને રમાડતા એક શખ્સને  એલસીબી પોલીસે ઝડપી લીધો હતો. પોલીસે તેની પાસેથી મોબાઇલ ફોન, એક મોટરકાર અને રોકડ રકમ કબજે કરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

જામનગરમાં લાખોટા તળાવની પાળે પેટ્રોલ પંપ પાસે ભાવેશ વેણીલાલ કોઠારી નામનો શખ્સ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાતો ક્રિકેટ મેચ પોતાના મોબાઈલમાં લાઈવ નિહાળીને રનફેરથી હારજીતનો જુગાર રમતો અને રમાડતો હોવાની બાતમીના આધારે એલસીબી પોલીસે આજે બપોરે દરોડો પડયો હતો અને ભાવેશ કોઠારીને ઝડપી લીધો હતો. પોલીસે તેના કબજામાંથી તેની પાસેથી ૧૨૪૭૦ની રોકડ રકમ, ૫૦૦૦ની કિંમતનો મોબાઇલ ફોન અને ચાર લાખની કિંમતની મોટરકાર કબજે કર્યા હતા.

Read National News : Click Here

આરોપી ભાવેશ કોઠારીની પૂછપરછમાં તેની સાથે મોબાઇલ ફોનથી સંપર્કમાં રહીને અલનસિહ કાસમભાઈ દેવાણી, વિક્કી ખોજા, કમલેશ ચાની દુકાનવાળો, વિજય ઉર્ફે વીડી અને ઓમ લોહાણા નાંમના શખ્સો પણ હારજીત કરતા હોવાનું ખુલ્યું હતું. આથી પોલીસે આ પાંચેય સામે પણ ગુનો નોંધીને તેની શોધખોળ હાથ ધરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here