સૌરાષ્ટ્રની પ્રથમ ક્રમાંકની સરકારી હોસ્પિટલ જી.જી. તેમજ એમ.પી. શાહ મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા તબીબે સિનિયર તબીબ વિરુદ્ધ રેગિંગની ફરિયાદ દિલ્હી તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં કરતા ખળભળાટ મચી જાવ પામ્યો છે.
Visit Saurashtra Kranti Homepage here
સર્જરી વિભાગમાં કામ કરતા પ્રથમ વર્ષના આ તબીબને માર મારવો, ગાળો કાઢવી તેમજ કાગળ ફાડી નાખવા જેવી અસંખ્ય યાતના આપ્યા બાદ કંટાળેલી તબીબે એન્ટી રેગિંગ કમિટીની મદદ માગતા હોસ્પિટલ અને કોલેજ તંત્ર પણ ચોંકી ઊઠયું છે.માહિતી મુજબ જામનગરની એમ.પી. શાહ મેડિકલ કોલેજના પ્રથમ વર્ષમાં સર્જરી વિભાગમાં અભ્યાસ કરતા ડોક્ટરે વર્ષ 2022ની સાલમાં એડમિશન લીધું હતું. ત્યારબાદ સર્જરી વિભાગમાં જ કામ કરતા અને ત્રીજા વર્ષના ડો. પ્રતિક પરમાર દ્વારા આ ડોક્ટરને અવારનવાર શારીરિક માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. તેઓ તેને ગાળો કાઢી માર મારતા હતા. તેમજ સતત ત્રણ-ત્રણ દિવસ સુધી કામ કરાવતા હતા. ઉપરાંત કેસ કાગળ ફાડી નાખતા હતા. જેથી તેને ફરીથી કાગળ બનાવવા પડે.
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here