જર્મનીની મહિલા સાથે શેરબજારમાં રોકાણના બહાને બંગાળી દંપતીએ કરી રૂા.55 લાખની ઠગાઈ

જર્મનીની મહિલા સાથે શેરબજારમાં રોકાણના બહાને બંગાળી દંપતીએ કરી રૂા.55 લાખની ઠગાઈ
જર્મનીની મહિલા સાથે શેરબજારમાં રોકાણના બહાને બંગાળી દંપતીએ કરી રૂા.55 લાખની ઠગાઈ
જર્મનીમાં રહી નોકરી કરતા મૂળ ઓડીસાના મોનાલીબેન મિશ્રા નામની મહિલાનો વોટસએપ દ્વારા સંપર્કમાં આવી  શેરબજારમાં રોકાણથી વધુ નફો આપવાની લાલચ આપી પશ્ચિમ બંગાળના સબ્યાસાચી ગીરી અને તેની પત્ની રીટા મંડલે રૂા.પપ.91 લાખ મેળવી લઈ છેતરપિંડી કર્યાની મહિલાના ભાઈ રાજેશભાઈ જયંતીભાઈ વિડજા (ઉ.વ.35, રહે. ત્રીપદા સોસાયટી, નાના મેવા રોડ)એ માલવીયાનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

Visit Saurashtra Kranti Homepage here

રાજેશભાઈએ પોલીસને જણાવ્યું કે, તે નાનામવા રોડ ઉપર જય વરૂડી સેલ્સ એજન્સી નામે સોપારી અને પાનબીડીનો હોલસેલ વેપાર કરે છે. તેનો મુળ ઓડીશાના અને ઘણા વર્ષથી જર્મનીમાં રહી ત્યાં નોકરી કરતાં મોનાલીબેન મિશ્રા સાથે સોશિયલ મીડિયા મારફતે સંપર્ક થયો હતો. તે ભારત આવે ત્યારે તેના ઘરે રોકાતા હોય બંને વચ્ચે ભાઈ- બહેનનો સંબંધ છે. એપ્રીલ-મે 2022માં મોનાલીબેન તેના ઘરે આવ્યા ત્યારે એવી વાત કરી હતી કે, તેને વોટસએપ મારફતે આરોપી સબ્યાસાચી સાથે પરિચય થયો હતો. આ સમયે આરોપીએ તેને પોતે એન્જલ બ્રોકિંગમાં બ્રોકર તરીકે હોવાનું અને વર્ષોથી શેરબજાર સાથે જોડાયા હોવાનું કહ્યું હતું. એટલું જ નહી.  મોનાલીબેનને ’તમે મારી પાસે રૂપીયાનું રોકાણ કરશો તો તમને સારો નફો અપાવીશ’ તેમ કહી વિશ્વાસમાં લીધા હતા. બાદમાં આરોપીએ મોનાલીબેનની વાત તેની પત્ની રીટા મંડલ સાથે પણ કરાવી હતી અને તેણે પણ વધુ નફો આપવાની વાત કરી હતી.

ત્યારબાદ 2020માં મોનાલીબેન વતન ઓડીસા ગયા ત્યારે એક રેસ્ટોરન્ટમાં બને આરોપીએ રૂબરૂમળી ફરીથી રોકાણ કરવાનું અને પૈસા નહીં ડુબે તેમ વાત કરતા ભરોસો આવી જતા મોનાલીબેને 30/10/2020થી લઈ 1/ 8/21 સુધીમાં અલગ-અલગ સમયે અલગ અલગ રકમ મળી કુલ રૂા.56.11 લાખ આરોપીના બેંક એકાઉન્ટમાં આર.ટી.જી.એસ. ખફા અને આઈ.એમ.પી.એસ. દ્વારા ટ્રાન્સફર કર્યા હતા. આ દરમીયાન ગઈ તા.4/6/21ના આરોપીએ ફકત રૂા.20 હજાર પરત ટ્રાન્સફર કર્યા હતા.

Read National News : Click Here

જયારે બાકીની કોઈ રકમ પરત આપી ન હતી. મોનાલીબેને અવાર-નવાર આરોપીને ફોન કરી રૂપિયા પરત માગવા છતા પરત નહીં આપતા તેમજ આરોપીઓએ પોતાની મિલકત મોર્ગેજ કરી આપવાનું કહ્યું હોય પરંતુ રકમ કે મિલકત મોર્ગેજ કરી આપી ન હોવાનું કહી સમગ્ર વાત કરી હતી. આમ મોનાલીબેન હાલ જર્મની હોવાથી કાયદાકીય કાર્યવાહી કરવા માટે તેણે પાવર ઓફ એટર્ની રાજેશભાઈને કરી આપતા અંતે તેણે ફરિયાદ નોંધાવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here