ચોટીલા:અકસ્માત બાદ સમાધાન ન થતા રાજકોટના કેબચાલકનું અપહરણ

ચોટીલા:અકસ્માત બાદ સમાધાન ન થતા રાજકોટના કેબચાલકનું અપહરણ
ચોટીલા:અકસ્માત બાદ સમાધાન ન થતા રાજકોટના કેબચાલકનું અપહરણ
ચોટીલા – સાયલા હાઈ-વે પર અકસ્માત બાદ સમાધાન ન થતા રાજકોટના કેબચાલકને મારમાર અપહરણ કરી જવાયાની ૧૧ શખ્સો સામે ચોટીલા પોલીસમાં ફરીયાદ નોંધાવા તપાસ શરૂ કરાઈ છે.

Visit Saurashtra Kranti Homepage here

કેબચાલકે બુમાબુમ કરતા આરોપીઓ તેને સાયલા નજીક ઉતારી ભાગી ગયા હતા. મળતી વિગતો મુજબ રાજકોટ રહેતા ભરતભાઈ મનોજભાઈ વાઘેલા ડ્રાઈવિંગનો વ્યવસાય કરતા હતોય સ્પેસ કેબની કાર લઈને વર્ધીમા ગયા હતા. અમદાવાદથી રાજકોટ આવી રહ્યા ત્યારે ચોટીલાથી ૧૦ કિલોમીટર દુર સાયલા હાઈ-વે પર આગળનું ટાયર અચાનક ફાટી જતા બાઈક સાથે કાર અથડાતા બાઈક સવાર પડી ગયો હતો. જેને ૧૦૮ને ફોન કરી ચોટીલા સરકારી હોસ્પિટલે સારવાર માટે લઈ જવાયો હતો.

બીજી તરફ ડોળીયા હાઈવે પર કારચાલક મનોજભાઈ તેઓની કારના ટાયર રીપેર કરી રહ્યા હતા ત્યારે સફેદ કલરની કારમાં ચાર અજાણ્યા શખ્સોએ આવીને તેને માર મારવા લાગ્યા હતા. ત્યારબાદ મોટરસાયકલમાં ભટકાયેલ સારવાર લઈને પરત અન્ય ગાડીમાં આવીને તેની સાથે બીજા ચાર લોકો અને મોટરસાયકલ પર બે વ્યક્તિએ નામ-સરનામું પુછીને ઉશ્કેરાઈને અપમાનિત કરી, નુકસાની અને દવાખાનાનો ખર્ચ આપી સમાધાન કરવાનું કહ્યું હતં. તેણે તેના શેઠ હાર્દિકભાઈને ફોન કરીને બોલાવતા તેઓ આવેલ હતા. પરંતુ ગેરવાજબી રકમની માગણી થતા સમાધાન ન થતા કેબચાલક મનોજભાને કારમાં બળજબરીથી ઉઠાવી અપહરણ કરી ડોળીયા હાઈવે તરફ લઈ ગયા હતા. 

Read National News : Click Here

અપહરણકારોની વાતચીતમાં મેઘાભાઈ અને વિપુલભાઈ એમ બે વ્યક્તિના નામ જાણવા મળેલ અપહ્યતે બુમાબુમ કરતા સાયલતા પાસે ઉતારીને તમામ નાસી છુટયા હતા. હાઈ-વે પર લુખ્ખાગીરીનો ભોગ બન્યાની ઘટના સામે આવતા ચોટીલા પી.આઈ. જે. જે. જાડેજાએ એટ્રોસિટી એક્ટ, અપહરણ સહિત ગુનો નોંધતા ડીવાય.એસ.પી. ચેતન મુંધવા દ્વારા વિશેષ તપાસ અને ગુનેગારોને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here