
અમદાવાદ મહાનગરપાલિકાની જ નર્સરીમાં ગાંજાના 4થી 5 ફૂટ ઊંચા છોડ ઉગેલા જોવા મળ્યા છે. જરાત યુનિવર્સિટી વિસ્તારમાં જ આવેલી AMCની નર્સરીમાંથી ગાંજાના છોડ મળી આવતા AMCના ગાર્ડન વિભાગની કામગીરી પર અનેક સવાલો ઉભા થયા છે.
Visit Saurashtra Kranti Homepage here
ગાંજાના વાવેતર મુદ્દે જ્યારે નર્સરીના માળીને સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેણે ઉડાઉ જવાબો આપ્યા હતાં. ગાંજાના જાહેરમાં વાવેતર મુદ્દે જ્યારે નર્સરીના સંચાલક મંતરાજભાઈ સાથે વાત કરી તો તેમણે ઢાંક પીછાડો કરતાં કહ્યું કે ગાંજાનાં છોડ આપમેળે ઉગી આવે છે. અમે તો આ છોડનો કાઢી કાઢીને થાકી ગયા છીએ. જો ગાંજાના છોડ આપમેળે ઉગી જતાં હોય તો અત્યાર સુધી તેને દૂર કેમ ન કરવામાં આવ્યા. અમદાવાદ જેવા શહેરમાં નશાના થઇ રહેલા ખુલ્લેઆમ વાવેતરથી પોલીસની કામગીરી પર પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે. રાજકોટની મારવાડી યુનિવર્સિટી બાદ ગુજરાત યુનિવર્સિટીમાંથી પણ નશાનું વાવેતર મળ્યું હતું. ગુજરાત યુનિવર્સિટી હોસ્ટેલના કેમ્પસમાં D બ્લોકની બાજુમાંથી ગાંજાના છોડ મળી આવ્યા હતા. અહીંથી બે અલગ-અલગ છોડ મળી આવ્યા હતા. જેની ઉંચાઈ 6.5 ફૂટ અને 5.5 ફૂટ હોવાનું સામે આવ્યું હતું. આ અંગેની સમાચાર પ્રકાશિત થતાં FSL અને પોલીસની ટીમ તપાસ અર્થે યુનિવર્સિટી કેમ્પસમાં પહોંચી હતી. AMCની સૌરભ નર્સરીની નજીકમાં જ ગુજરાત યુનીવર્સિટી પોલીસ સ્ટેશન આવેલુ છે, તેમ છતાં આજ દિન સુધી કેમ કોઈ કાર્યવાહી કરવામાં ન આવી તે સૌથી મોટો સવાલ છે. પોલીસ સ્ટેશનની નજીકમાં જ ખુલ્લેઆમ નશાના છોડનું વાવેતર થાય અને પોલીસને જાણ ન થાય તે વિચારવા જેવી બાબત છે.
Read About Weather here
ત્યારે સવાલ એ પણ થાય કે કોની રહેમનજર હેઠળ નર્સરીમાં ખુલ્લેઆમ ગાંજાના વાવેતર કરવામાં આવ્યું? કોના કહેવાથી શહેરમાં નશાનું ખુલ્લેઆમ વાવેતર કરવામાં આવી રહ્યું છે. તપાસનો વિષય એ પણ છે કે કેટલા સમયથી આ નર્સરીમાં ગાંજાનાં છોડનું વાવેતર કરવામાં આવી રહ્યું છે? ગુજરાત યુનિવર્સિટીથી ખૂબ જ નજીક રહેણાંક વિસ્તારમાં આવેલી નર્સરીમાં ગાંજાના છોડ ઉગેલા જોવા મળી રહ્યા છે. નર્સરીની સામે આવેલા ગાર્ડનમાં દરરોજ સવારે ઘણા લોકો મોર્નિંગ વોક કરવા માટે આવે છે. વડીલો સાંજે ગાર્ડનમાં બેસવા માટે આવે છે. તો સાંજના સમયે બાળકો પણ રમતા હોય છે. ત્યારે આ નર્સરીમાં ગણ્યા ગણાય નહીંને વિણ્યા વિણાય નહીં એટલા ગાંજાના છોડ ઉગ્યા છે. અમદાવાદ કોર્પોરેશનના નર્સરીમાં આ પ્રકારના ગાંજાના વાવેતર કોના આશીર્વાદથી થાય છે તે એક સવાલ છે. ત્યારે પોલીસ આ મુદ્દે કેવા પ્રકારની કાર્યવાહી કરશે તે તો આગામી દિવસોમાં જ જોવા મળશે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here