ગુજરાતમાં ત્રણ અલગ-અલગ અકસ્માતમાં : એક બાળકી સહિત કુલ 3નાં મોત

ગુજરાતમાં ત્રણ અલગ-અલગ અકસ્માતમાં : એક બાળકી સહિત કુલ 3નાં મોત
ગુજરાતમાં ત્રણ અલગ-અલગ અકસ્માતમાં : એક બાળકી સહિત કુલ 3નાં મોત
અમરેલી-સાવરકુંડલા રોડ કાર અને બાઇક વચ્ચે અકસ્માતની ઘટના સામે આવી છે. પ્રાથમિક માહિતી મુજબ બોરાળા ગામેથી કેરાળા ગામે જતા પરીવારને અકસ્માત નડ્યો હતો. જેમાં 2 બાળકી અને 1 મહિલા સહિત બાઈકચાલકને ઇજાઓ પહોંચી હતી.

Visit Saurashtra Kranti Homepage here

જોકે ગંભીર રીતે ઇજાગ્રસ્ત બાળકીનું મોત થયું છે. આ તરફ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. વેરાવળના લાટી ગામે હિટ એન્ડ રનની ઘટનામાં અકસ્માતમાં પોલીસકર્મીનું ઘટનાસ્થળે મોત થયું છે. વિગતો મુજબ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા ASI એ.કે.રાઠોડ બાઇક લઈને સુત્રાપાડા તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન અજાણ્યા કાર ચાલકે તેમણે અડફેટે લેતા ગંભીર ઇજાઓને કારણે તેમનું ઘટનાસ્થળે જ કરૂણ મોત થયું હતું. અકસ્માત સર્જ્યા બાદ કારચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. જોકે હવે પોલીસે અજાણ્યા કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે.

Read About Weather here

બાઈક સવાર દંપતિને નડ્યો અકસ્માત 
મહીસાગરના લુણાવાડાના હડોડ ગામ પાસે અકસ્માતની ઘટના સામે આવી છે. વિગતો મુજબ બાઇક પર જઈ રહેલ દંપતિને અજાણ્યા વાહને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં 40 વર્ષીય મહિલાનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું છે. આ તરફ પતિને ગંભીર ઈજાઓ થતા હોસ્પિટલ ખસેડાવામાં આવ્યા હતા. ગુજરાતમાં દિવસેને દિવસે અકસ્માતની ઘટનામાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. આ તરફ રાજ્યમાં વધતા જતાં બનાવો વચ્ચે વધુ ત્રણ અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, અમરેલી-સાવરકુંડલા રોડ પર કાર અને બાઇક વચ્ચે અકસ્માતમાં એક બાળકીનું મોત થયું છે. આ તરફ વેરાવળના લાટી ગામે હિટ એન્ડ રનની ઘટના પોલીસકર્મીનું મોત તો મહીસાગરના લુણાવાડાના હડોડ ગામ પાસે અકસ્માતમાં મહિલાનું કરુણ મોત થયું

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here