ગુજરાતની 832 હોસ્પિટલમાં તપાસ : સરકાર દ્વારા 9 હોસ્પિટલને સસ્પેન્ડ કરાઈ

ગુજરાતની 832 હોસ્પિટલમાં તપાસ : સરકાર દ્વારા 9 હોસ્પિટલને સસ્પેન્ડ કરાઈ
ગુજરાતની 832 હોસ્પિટલમાં તપાસ : સરકાર દ્વારા 9 હોસ્પિટલને સસ્પેન્ડ કરાઈ
એ.બી.- પી.એમ.જે.એ.વાય.-મ” યોજના અંતર્ગત નાગરિકોને ગુણવત્તા સભર સારવાર મળે અને લાભાર્થીઓ સાથે ગેરરીતિ ન થાય તે માટે પ્રયત્નશીલ  છે. સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટ દ્વારા પોલીસી વર્ષ-7 અને 8 દરમિયાન 832 જેટલી હોસ્પિટલોની તપાસ કરવામાં આવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

આ તપાસ દરમિયાન 9 હોસ્પિટલોને સસ્પેન્ડ, 1 હોસ્પિટલને ડિ-એમ્પેનલ અને 1 હોસ્પિટલને બ્લેકલિસ્ટ કરવામાં આવી છે તથા અંદાજિત રૂા.2 કરોડથી વધુનો દંડ કરાયો છે. આ અંગે PMJAYના મદદનીશ નિયામક દ્વારા માહિતી આપવામાં આવી છે. 

રૂપિયા 10 લાખનું વિનામૂલ્યે અપાય છે આરોગ્ય કવચ 

“પી.એમ.જે.એ.વાય.-મા”ના મદદનીશ નિયામક દ્વારા જાહેર કરવામાં આવેલી યાદીમાં જણાવ્યા અનુસાર “એ.બી.-પી.એમ.જે.એ.વાય.-મા” યોજના અંતર્ગત નિયત માપદંડો ધરાવતા પરિવારોને નિયત ઓપરેશનો માટે રૂપિયા 10 લાખનું વિનામૂલ્યે આરોગ્યકવચ આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત કુટુંબના દરેક સભ્યને વ્યક્તિગત “આયુષ્માન કાર્ડ” આપવામાં આવે છે. જેની મદદથી યોજનાના લાભાર્થીઓ જરૂરિયાતના સમયે સામાન્ય બિમારીથી લઇને ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ, હૃદયની સારવાર, કેન્સર જેવી અતિગંભીર બિમારીઓ માટે પોતાના રહેઠાણની આસપાસ પસંદગીની ખાનગી તેમજ સરકારી હોસ્પિટલમાં વિનામૂલ્યે સારવાર મેળવી શકે છે.

Read Saurashtra Kranti E-Paper here
     
ગેરરીતિ ન થાય માટે SAFUની કરાઈ છે રચના

આ યોજના અંતર્ગત વર્તમાન સ્થિતિએ સરકારી-1711, ખાનગી- 789, GOI-18 એમ કુલ 2518  હોસ્પિટલ સંલગ્ન છે. જેમાં અંદાજીત દૈનિક 4039 પ્રિ-ઓથ કેસ સારવાર માટે મુકવામાં આવે છે. આ યોજનાની અમલવારીમાં કોઇ પણ ગેરરીતિ ન થાય તે માટે સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટ (SAFU)ની રચના કરવામાં આવી છે. આ યુનિટ દ્વારા હોસ્પિટલોનું સતત મોનિંટરિંગ કરવામાં આવે છે.

જાણી લો હેલ્પ લાઈન નંબર લાભાર્થીઓને આ યોજના અંગે કોઇ માહિતી મેળવવી હોય કે ફરિયાદ કરવી હોય તો તેઓ ટોલ ફ્રી નંબર 1800-233-1022 પર સંપર્ક કરી શકે છે. આ ટોલ ફ્રી નંબર 24×7 કાર્યરત હોય છે. જેના પર દૈનિક અંદાજિત 900થી 1000 કોલ્સ આવે છે. આ સિવાય પણ યોજનાના કોલ સેન્ટર દ્વારા જે લાભાર્થીઓએ સારવાર લીધેલ હોય તેમનો પ્રતિભાવ લેવા માટે દૈનિક અંદાજીત 3000થી વધુ કોલ પણ કરવામાં આવે છે. 

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here