ગાંધીના ગુજરાતમાં ૪૦ લાખ પુરૂષો દારૂના વ્‍યસની

ગાંધીના ગુજરાતમાં ૪૦ લાખ પુરૂષો દારૂના વ્‍યસની
ગાંધીના ગુજરાતમાં ૪૦ લાખ પુરૂષો દારૂના વ્‍યસની
ગાંધીનગરમાં ગિફટ સીટીમાં દારૂ પીવાની મંજૂરીનો મુદ્દો ચર્ચાનો વિષય બન્‍યો છે. ગાંધીના ગુજરાતમાં દારૂબંધીનો કડક અમલ થઇ રહ્યો છે તેવા બણગા ફુંકવામાં આવી રહ્યા છે ત્‍યારે નેશનલ ફેમિલી હેલ્‍થ સર્વે-૫માં એવા તારણ બહાર આવ્‍યા છે કે, ગુજરાતમાં ૪૦ લાખ પુરૂષો દારૂ પીએ છે.

Visit Saurashtra Kranti Homepage here

એટલું જ નહીં, ગુજરાતમાં દારૂ પીવામાં મહિલાઓ પણ બાકાત રહી નથી.ગુજરાતમાં દારૂબંધી કાગળ પર જ રહી છે. દારૂબંધી હોવા છતાંય આજે ખુલ્લેઆમ દારૂ વેચાઇ રહ્યો છે. દારૂ વર્ષે કરોડો રૂપિયાનો દારૂ પકડીને પોલીસ વાહવાહી મેળવે છે પણ કેટલો દારૂ વેચાતો હશે તે કલ્‍પના કરવી રહી.નેશનલ ફેમિલી હેલ્‍થ સર્વેના આંકડા કહે છે કે, ગુજરાતમાં શહેરોની સરખામણીમાં ગામડાઓમાં વધુ દારૂ પીવાય છે.

Read National News : Click Here

રાજ્‍યમાં આજે ૫.૮ ટકા પુરૂષો દારૂના બંધાણી છે જ્‍યારે ૦.૬ ટકા મહિલાઓ પણ દારૂ પીએ છે. શહેરોમાં દારૂ પીનારા પુરૂષોની ટકાવારી ૫ ટકા છે તો ગામડાઓમાં ૬ ટકા પુરૂષો દારૂના વ્‍યસની છે.મહિલાઓની વાત કરીએ તો, શહેરો કરતા ગામડામાં દારૂ પીનારી મહિલાઓની સંખ્‍યા વધુ છે. ગુજરાતમાં દારૂ પીવામાં ડાંગર જીલ્લો મોખરે છે. આ જિલ્લામાં ૧૮.૩ પુરૂષો અને ૪.૬ ટકા મહિલાઓ દારૂ પીએ છે. ગુજરાતમાં ૩૫ ટકા પુરૂષો અઠવાડિયે એક વાર અને ૩૧ ટકા પુરૂષો રોજ દારૂ પીએ છે. આમ, ગુજરાતમાં દારૂના બંધાણીઓની સંખ્‍યા ચિંતાજનક હદે વધી રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here