ગાંધીનગરના RTOમાં ટેસ્ટ ડ્રાઇવ વગર લાયસન્સ કાઢવાનું કૌભાંડ : 20 એજન્ટની ધરપકડ

ગાંધીનગરના RTOમાં ટેસ્ટ ડ્રાઇવ વગર લાયસન્સ કાઢવાનું કૌભાંડ : 20 એજન્ટની ધરપકડ
ગાંધીનગરના RTOમાં ટેસ્ટ ડ્રાઇવ વગર લાયસન્સ કાઢવાનું કૌભાંડ : 20 એજન્ટની ધરપકડ
ગાંધીનગરના RTOમાં મોટાપાયે ગેરરીતિની રાવ ઉઠી છે. જેમાં ટેસ્ટ ડ્રાઇવિંગ વિના જ લાયસન્સ કાઢવાનું કૌભાંડ સામે આવતા ખળભળાટ મચી ગયો છે. આ પ્રકરણમાં સંડોવાયેલ 20 જેટલા એજન્ટને સાયબર ક્રાઇમ બ્રાન્ચે ઉઠાવી લીધા છે. પોલીસની પ્રાથમિક તપાસમાં 500 જેટલા શંકાસ્પદ લાયસન્સ ટેસ્ટ ડ્રાઇવિંગ વિના નીકળ્યા હોવાનું સામે આવ્યું છે. જેને લઈને ઉચ્ચ અધિકારીઓ ચોંકી ગયા છે. નોંધનીય છે કે સાયબર ક્રાઇમ બ્રાન્ચે અગાઉ 5 જેટલા એજન્ટની ધરપકડ કરી હતી.

ખાસ વાત  એ છે કે કૌભાંડમાં RTOના અધિકારીઓની પણ સંકળાયેલ હોવાની શંકા ઉભી થતા હડકંપ મચી ગયો છે. તાજેતરમાં જ ગાંધીનગર RTOમાં ડ્રાઈવિંગ ટેસ્ટ કૌભાંડનો પર્દાફાશ થયો હતો..જેમાં RTO ઇન્સ્પેક્ટર જયદીપસિંહ ઝાલાએ ઇન્ચાર્જ ARTOના હોદ્દા પર રહીને સોફ્ટવેરમાં ચેડા કરીને ડ્રાઈવિંગ ટેસ્ટ વિના જ લાયસન્સ ઈશ્યુ કર્યા હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. ગાંધીનગરના કેટલાક એજન્ટ્સ સાથે તેમની સાંઠગાંઠ હોવાનો ખુલાસો થયો હતો. તેમના મોબાઈલ ફોનની ચકાસણીમાં કેટલાંક એજન્ટોની વિગતો મળી છે. હાલ સાયબર ક્રાઈમ દ્વારા ગાંધીનગર RTOના આરટીઓ ઇન્સપેક્ટર જયદીપસિંહ ઝાલા, સમીર રતનધારીયા અને એજન્ટ ભાવિન શાહની ધરપકડ કરીને કાર્યવાહી કરી હતી.

સાયબર ક્રાઈમની તપાસમાં સામે આવ્યું કે વર્ષ 2022માં ગાંધીનગર આરટીઓના આરટીઓ ઇન્સ્પેક્ટર જયદિપસિંહ ઝાલા ઈન્ચાર્જ એઆરટીઓ હતા. આ દરમિયાન તેમણે સત્તાનો દુરઉપયોગ કરીને સમગ્ર કૌભાંડ આચર્યું હતું. તેમણે અમદાવાદ અને ગાંધીનગરમાં ડ્રાઈવિંગ ટેસ્ટમાં કૌભાંડ આચર્યું છે. ડ્રાઈવિંગ ટેસ્ટ વિના જ સોફ્ટવેરમાં ચેડા કરીને આ કૌભાંડ આચરવામાં આવતું હતું. તપાસમાં ગાંધીનગરના કેટલાક એજન્ટ્સ સાથે તેમની સાંઠગાંઠ હોવાનો ખુલાસો થયા બાદ આ કાર્યવાહી કરાઈ છે.