ગાંધીધામની ખોડિયારનગર રહેતાં પિતાએ દુપટ્ટા વડે ગળેટૂંપો આપીને સગી દીકરીની હત્યા કરાઈ

ગાંધીધામની ખોડિયારનગર રહેતાં પિતાએ દુપટ્ટા વડે ગળેટૂંપો આપીને સગી દીકરીની હત્યા કરાઈ
ગાંધીધામની ખોડિયારનગર રહેતાં પિતાએ દુપટ્ટા વડે ગળેટૂંપો આપીને સગી દીકરીની હત્યા કરાઈ
પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી નંદુ નિષાદ (રહે. મૂળ ઉત્તરપ્રદેશ) ખોડિયારનગરમાં તેની પત્ની અને ચાર સંતાનો સાથે રહી મજૂરીકામ કરે છે. નંદુની પત્ની પણ ઝોનમાં મજૂરી કરે છે. નંદુ અવારનવાર તેની પત્ની સાથે ઝઘડો કરી મારઝૂડ કરતો હતો.

Visit Saurashtra Kranti Homepage here

પિતા માતાને મારઝૂડ કરતો હોય સંતાનમાં સૌથી મોટી 15 વર્ષની દીકરી રીન્કી હંમેશા માતાનો પક્ષ લઈ પિતાને ઠપકો આપતી. કેટલાંક સમયથી નંદુ મજૂરી કરવા રાજકોટ ગયો હતો. થોડાંક દિવસોથી તે ગાંધીધામ પરત આવ્યો હતો.ગત બપોરે બાપ-દીકરી વચ્ચે ઝઘડો થયો હતો જેમાં ઉશ્કેરાઈને નંદુએ સગી દીકરીને ગળેટૂંપો આપી મારી નાખી હતી. હત્યા કર્યાં બાદ નંદુએ ઘટના અંગે તેની બહેનને જાણ કરી હતી.ત્યારબાદ આ અંગે બહેને ભાભીને જાણ કરી હતી. નણંદ-ભોજાઈએ ઘરે દોડી જઈ દીકરીને સારવાર માટે સરકારી હોસ્પિટલે લઈ ગયાં હતા પરંતુ તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. પોલીસે આરોપી નંદુની અટકાયત કરી લઈ તેની વિરુદ્ધ ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી હતી. ઘટના અંગે ગાંધીધામ એ ડિવિઝન પીઆઈએ તપાસ હાથ ધરી છે.

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here