ખોડલધામ ચેરમેન નરેશ પટેલની કંપની પટેલ બ્રાસ વર્કસ સાથે છેતરપીંડી : અંગત માલિકી દર્શાવી કંપનીને આર્થિક નુકશાન

ખોડલધામ ચેરમેન નરેશ પટેલની કંપની પટેલ બ્રાસ વર્કસ સાથે છેતરપીંડી : અંગત માલિકી દર્શાવી કંપનીને આર્થિક નુકશાન
ખોડલધામ ચેરમેન નરેશ પટેલની કંપની પટેલ બ્રાસ વર્કસ સાથે છેતરપીંડી : અંગત માલિકી દર્શાવી કંપનીને આર્થિક નુકશાન
ખોડલધામ ચેરમેન અને મોટા ઉદ્યોગપતિ નરેશ પટેલની કંપની પટેલ બ્રાસ વર્કસ સાથે કંપનીમાં નોકરી કરતાં કર્મચારી, સર્વમ ઇન્ડસ્ટ્રીઝ એલ.એલ.પી.ના ડાયરેકટર સહિત પાંચ શખ્સોએ કંપનીના ડીઝાઇન અને ડ્રોઇન્સને પોતાની અંગત માલિકી દર્શાવી પટેલ બ્રાસ કંપનીને રૂ.40 કરોડનું આર્થિક નુકસાન પહોંચાડયાની ફરિયાદ લોધિકા પોલીસ મથકે નોંધાઈ હતી.

Visit Saurashtra Kranti Homepage here

બનાવ અંગે નિર્મળા રોડ પર આશિયાના બિલ્ડીંગમાં ફ્લેટ નં.501 માં રહેતા અને મેટોડામાં પી.બી.ડબલ્યુ.બેરિંગસ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની ધરાવતાં કૌશિકભાઈ રમેશભાઈ સુરેલાએ પોતાની ફરિયાદમાં આરોપી તરીકે ચિંતન મનહરલાલ પટેલ (રહે. વિહાર વાટીકા ફ્લેટ સ્વામીનારાયણ મંદીર પાછળ), ભાવેશ અમલાણી (રહે. એ-22, સંજય એપાર્ટમેન્ટસ, સરદારબાગ, સર્કિટ હાઉસની બાજુમાં), અમીત લક્ષ્મીકાંત લકકડ (રહે.કવ, ભરતવન સોસાયટી મેઇન રોડ, અમીન માર્ગ), વિવેક મનસુખભાઇ કામાણી (રહે.શ્રી કોલોની મેઇન રોડ, નક્ષત્ર એપાર્ટમેન્ટ પાછળ) અને નમન અતુલકુમાર જૈન (સર્વમ ઇન્ડસ્ટ્રીઝ એલ.એલ.પી.ના ડાયરેકટર) ના નામ આપ્યા હતાં. વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, ભાવેશ અમલાણી તેની કંપનીમાં નોકરી કરે છે. કંપનીની ડિઝાઇન અને ડ્રોઇન્સ બૌદ્ધિક મિલકત અને સંપત્તિ હોય છે. જે કંપનીએ તેને સોંપેલી ડિઝાઇન અને ડ્રોઈંગ્સ અન્ય આરોપી ચિંતન પટેલને સોંપી હતી.

Read About Weather here

જે તેમને અન્ય આરોપી સુધી પહોંચાડયા હતાં. આરોપીઓએ ડ્રોઇંગ્સ અને ડીઝાઇનના દસ્તાવેજ ફરીયાદી કંપનીનો લોગો દુર કરી અથવા છુપાવી તે દસ્તાવેજનો ફરીયાદી કંપનીની માલીકીનો હોવાનું જાણવા છતા પોતાની અંગત માલીકી દર્શાવી ડીઝાઇનનો અંગત ઉપયોગ કરી ફરીયાદી કંપનીને આશરે 40 કરોડ જેટલી રકમનુ આર્થીક નુકશાન પહોચાડી ફરીયાદીની કંપની સાથે વિશ્ર્વાસઘાત કર્યો હતો.બનાવ અંગે લોધિકા પોલીસે આરોપીઓ વિરૂદ્ધ 406, 408, 418, 465, 467, 468, 489, 34 અને 120( બી) તથા ધી ઇન્ફોર્મેશન ટેકનોલોજી એકટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here