કચ્છ જિલ્લાના ગાંધીધામ ખાતેથી ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજનસે રૂ.૧૦ કરોડનું કોકેઈન જપ્ત 

કચ્છ જિલ્લાના ગાંધીધામ ખાતેથી ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજનસે રૂ.૧૦ કરોડનું કોકેઈન જપ્ત 
કચ્છ જિલ્લાના ગાંધીધામ ખાતેથી ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજનસે રૂ.૧૦ કરોડનું કોકેઈન જપ્ત 
ડીઆરઆઈ વિભાગે મીઠીરોહર ગામ નજીક આવેલા એ.વી. જોશીના વેરહાઉસમાં તપાસ હાથ ધરી હતી, એ દરમિયાન જથ્થો મળી આવ્યો હતો, જેમાં લાકડાંની આડમાં એક પેકેટ શંકાસ્પદ જણાતાં તેની ઓળખ માટે તપાસ હાથ ધરવામાં આવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

તપાસમાં એ કેકોન હોવાનું ખૂલ્યું હતું. હવે આયાતી માલસામાન સાથે છૂપાવીને ડ્રગ્સનો જથ્થો નાના પ્રમાણમાં ઘૂસાડાઈ રહ્યાની વિગતો વચ્ચે ઊંડી તપાસ શરૂ કરાઈ છે. કચ્છ જિલ્લાના ગાંધીધામ ખાતેથી ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજનસે ૧.૦૪ કિલો કોકેન જપ્ત કર્યું છે, જેની કિંમત ૧૦.૪ કરોડ રૂપિયાથી વધુ હોવાનો અંદાજ છે. ગઈકાલે ડ્રગ્સ હોવાની આશંકાએ ડીઆરઆઈએ કન્ટેરને અટકાવ્યું હતું. પોર્ટના ટર્મિનલમાંથી ખાનગી સીએફએસમાં લાવીને તેની તપાસ હાથ ધરાઈછે. છેલ્લા બે દિવસથી આ કન્ટેનરો અંગેની તપાસ ચાલી રહી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કાર્પેટની અંદર રાખેલા પુંઠામાં ચેક કરવાની કામગીરી હાથ ધરાઈ છે. જો કે, હજુસુધી કોઈ શંકાસ્પદ વસ્તુઓ મળવા પામી નથી. પરંતુ આ બનાવમાં એજન્સીઓ દ્વારા ગુપ્તરાહે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે મુન્દ્રા બંદરે અગાઉ પણ કરોડો રૂપિયાનો ડ્રગ્સ ઝડપાઈ ચૂકયો છે ત્યારે આજના આ કન્ટેનરમાં એનસીબી અને ડીઆરઆઈ દ્વારા સંયુક્ત તપાસ હાથ ધરાઈ છે. ડીઆરઆઇને મળેલી ચોક્કસ બાતમી મુજબ આંતરરાષ્ટ્રીય ગેરકાયદે બજાર, આયાત માલમાંથી ઇક્વાડોરથી આયાત કરાયેલો અમુક માલસામાન આવી રહ્યો છે, જેમાં માદક દ્રવ્યો હોવાની શક્યતા છે. કન્સાઇન્મેન્ટ માટે આયાત માટે બિલ ઓફ એન્ટ્રી ફાઇલ કરવામાં આવી ન હતી.

Read About Weather here

આ માલસામાન 220.63 એમટિના કુલ વજન ધરાવતા ‘ટિક રફ સ્ક્વેર લોગ્સ’ લખાણ સાથે હતું, જે ઇક્વાડોરથી મુન્દ્રા પોર્ટ પર આયાત કરવામાં આવ્યું હતું, જેની તપાસ કરી ઓળખ કરવામાં આવી હતી. આ ડ્રગ્સ લાકડાનો જથ્થા સાથે છૂપાવીને લાવવામાં આવ્યું હતું. જેને વિગતવાર તપાસ માટે અલગ તારવીને ડીઆરઆઈ દ્વારા તપાસ કરાઈ હતી. તપાસ દરમિયાન, એક કન્ટેનરમાં એક પેકેટચુસ્ત રીતે લપેટાયેલું મળી આવ્યું હતું. શંકાસ્પદ પેકેટમાંથી નમૂનો લેવામાં આવ્યો અને ટેસ્ટ હાથ ધરવામાં આવ્યો હતો. પરીક્ષણમાં કોકેઈનની હાજરીની પુષ્ટિ થઈ હતી. કોકેઈન હોવાનું જણાતાં ડીઆરઆઈએ કાર્યવાહી હાથ ધરી છે.બીજી તરફ, સીરીયાથી લોડ થઈવાયા જેબલઅલી પોર્ટથી મુન્દ્રા આવેલા કન્ટેનરો પૈકી બે કન્ટેન૨ો અટકાવવામાં આવ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here